ઘર બનાવતી વખતે આપણે ગમે તેટલી સાવધાની રાખીએ અને મકાનને વાસ્તુને અનુરૂપ પણ બનાવીએ પરંતુ ઘરના મુખ્ય દ્વારની સામે વિશેષ ધ્યાન રાખવું જોઈએ.
મુખ્ય દ્વારની સામે અણીદાર અને કાંટાવાળી કોઈ પણ વસ્તુ હશે તો તે ઘરના સભ્યોને કોઈને કોઈ અડચણ જરૂર આવતી રહેશે. આ જ રીતે જો ઘરની સામે વિજળીનો થાંભલો અને ટ્રાંસફાર્મર લાગેલ હશે તો તમારા ઘરમાં સારી ઉર્જા આવવની જગ્યાએ નેગેટીવ ઉર્જા આવશે અને તે ઘરની અંદર રહેનાર લોકોને માનસિક તણાવ રહેશે. તેમનું સ્વાસ્થ્ય પણ સારૂ નહિ રહે.
મુખ્ય દ્વારની સામેથી કોઈ રસ્તો જઈ રહ્યો હશે તો પણ આવી જ મુશ્કેલીનું કારણ બને છે. ઘરના સ્વામીનું અકાળ મૃત્યું થઈ શકે છે. ઘરની સામે વૃક્ષ વધી રહ્યું હોય તો તેમાં રહેનારની પ્રગતિમાં અડચણ આવે છે. જો તે વૃક્ષનો છાંયડો ઘર પર નહી પડતો હોય તો કોઈ જ નુકશાન નહી થાય.
ઘણાં બંગલાઓમાં મુખ્ય દ્વાર સામે કૈકટસના નાના છોડ લાગેલા હોય છે, ચાંદની વેલ કે મની પ્લાંટ પણ હોય છે જેનાથી મુખ્ય દ્વારમાં અવરોધ ઉત્પન્ન થાય છે. આવા પ્રકારના ઘરમાં પણ મુશ્કેલીઓ આવી શકે છે.
ઘણી વખતે બંગલાઓની સામે આસોપાલવનું વૃક્ષ લગાવી દે છે જેનાથી ઘરની અંદર આડ થાય છે. અહીંયા પણ ઘરની અંદર રહેનારની પ્રગતિમાં મુશ્કેલીઓ આવે છે. જ્યાર સુધી બની શકે મુખ્ય દ્વારને કોઈ પણ અડચણ રહિત જ રાખો.
પૂર્વમાં પીપળાનું ઝાડ ન હોવું જોઈએ અહિતર અકારણ ભય અને ધનની હાનિ થાય છે. અગ્નિ ખુણામાં દાડમનું ઝાડ ખુબ જ શુભકારી રહે છે. દક્ષિણમાં ગુલરનું ઝાડ શુભ રહે છે. નૈઋત્યમાં આમલી શુભ રહે છે. દક્ષિણ નૈઋત્યમાં આમલી અને જાંબુનુ ઝાડ શુભ રહે છે. ઈશાનમાં આમળાનું તેમજ ઈશાન-પૂર્વમાં કેરીનું ઝાડ શુભ રહે છે. આ રીતે અન્ય ઝાડને દિશા પ્રમાણે વાવીને સારા પરિણામ મેળવી શકાય છે.