ઇશાન ખૂણો પૂજા માટે શ્રેષ્ઠ
આ વાત સાચી છે કે ભગવાનનો વાસ કણ કણમાં હોય છે તેમને માટે કોઇ વિષેશ સ્થાનનું બંધન હોતું નથી છતાં પણ વાસ્તુ શાસ્ત્રમાં ઇશાન ખૂણામાં પૂજાનાં સ્થાનને વધુ મહત્વ કેમ આપવામાં આવ્યું છે? તો તેની પાછળ અહીં થોડાક શાસ્ત્રોક્ત અને વૈજ્ઞાનીક કારણો આપેલા છે. वास्तु संक्षेपतो वक्ष्ये गृहादौ विघ्ननाशनम्।ईशानकोणादारभ्य होकशीतिपदे त्यजेत्॥ (हलायुधकोष पृष्ठ 606) એટલે કે વાસ્તું સંક્ષેપમાં ગૃહ નિર્માણ કરવાની એક કળા છે જે ઇશાન ખૂણાથી પ્રારંભ થાય છે તેમજ ઘરને આધી, વ્યાધી, બાધા તથા પ્રાકૃતિક ઉત્પાદકોથી બચાવે છે.વાસ્તુમં સૌથી વધુ મહત્વ ઇશાનને જ આપવામાં આવ્યું છે. ઇશાન દિશા એટલે પૂર્વ અને ઉત્તર દિશાની વચ્ચેનો ખૂણો. ઇશાન દિશાનાં સ્વામી ભગવાન પોતે હોય છે. મત્સ્ય પુરાણમાં કહેવામાં આવ્યું છે કે- ईशाने देवतागारं तथा शांतिगृहंभवते (मत्स्य पुराण अध्याय 256/33)એટલે કે ઇશાન દિશામાં દેવતાઓનું સ્થાન તથા શાંતિ ગૃહ રાખવો જોઇએ. આઠ દિશાઓમાંથી ઇશાન દિશા વધું મહત્વપૂર્ણ છે. ઇશાન દિશાવાળા ભુખંડ તથા એવા નિર્માણો જેમાં વાસ્તુને અનુરૂપ ઇશાનની રક્ષા કરવામાં આવી હોય તે સ્થળ સુખ સમૃધ્ધી, એશ્વર્ય લાભ તેમજ વંશ વૃધ્ધીમાં સહાયક સિધ્ધ થાય છે. આટલું જ નહીં આપણાં પ્રાચીન ઋષીમુનીઓએ તો ઇશાન ખૂણાવાળા ભૂખંડની તુલના કુબેરની નગરી અલકાપુરી સાથે પણ કરી છે. આપણાં વેદોએ પણ ઇશાનની સ્તુતિ કરતાં જણાવ્યું છે કે- तमीशानं जगतस्तस्थुषस्पतिं धियन्जिन्वमवसे हूमहे वयम्।पूखा नो यथा वेदसामसद्वृद्धे रक्षिता पायुरदब्धः स्वस्तये॥ ( यजु. 25/18) એટલે કે આપણે રક્ષા માટે જંગમ તેમજ સ્થાવર, અચલનાં સ્વામી, બુધ્ધીનાં નિર્માતા એ ઇશ્વરનું આવાહન કરીએ છીએ જેનાથી તે પોષણ કરવાવાળા પરમાત્મા આપણાં જ્ઞાન તેમજ એશ્વર્યની વૃધ્ધી માટે તથાં સમૃધ્ધીની અચૂક રક્ષા કરવાવાળા પલનકર્તા બને. ઉપર આપેલા શાસ્ત્રોનાં તથ્યોથી ઇશાન ખૂણામાં પૂજાનાં સ્થળનું નિર્માણ સિધ્ધ થાય છે. હવે આને વૈજ્ઞાનિક રીતે જોઇયે તો સૂર્યનાં કિરણો સૌપ્રથમ આ જ દિશામાં પડે છે. વૈજ્ઞાનિકોએ એ પણ સાબિત કર્યું છે કે સૂર્યનાં કિરણોમાંથી આપણા શરીરને જરૂરી એવા ઘણાં પદાર્થો મળી રહે છે. સૂર્યનાં કિરણોમાંથી પ્રાપ્ત થતો વિટામીન ડિ આપણાં શરીરનાં ઘણાં રોગો પર નિયંત્રણ રાખે છે. તેથી આપણે આ દિશામાં જ્યારે સવારે મંદિરમાં પૂજા કરીએ છીએ ત્યારે અનાયાસે આપણને સૂર્યનાં કિંમતી કિરણોનો પણ લાભ મળે છે. આ ઇપરાંત મનોવૈજ્ઞાનિક રૂપથી જોઇએ તો ઉગતો સૂરજ આપણને હંમેશા આગળ વધવાની પ્રેરણા આપે છે. એટલા માટે પૂજાનું સ્થળ શાસ્રોનાં તેમજ વૈજ્ઞાનિકોનાં દ્રષ્ટીકોણથી પણ ઇશાન ખૂણામાં જ હોવું આવશ્યક છે. ઇશાન દિશામાં નિર્માણની પ્રાથમિકતાઓનો ક્રમ આ રીતનો રાખવો જોઇએ- પૂજા સ્થળ, ખુલ્લુ સ્થળ અને ત્યાર બાદ પાણીનું સ્થળ. ભણવાનું તેમજ વિચાર વિર્મશનું સ્થળ જો ઇશાનમાં વાસ્તુને લગતી કોઇ ખામી હોય અને બાકીની દિશાઓમાં વાસ્તુને લગતી બધી જ વિશેષતાઓ ભલે હોય, છતાં પણ તે ઘરનાં વિકાસમાં રૂકાવટ આવે છે. ગૃહ નિર્માણ સ્થળની ઇશાન દિશા ઉંચી, કપાયેલી, ગંદકીવાળી, ઉંચા વૃક્ષોવાળી અને વિજળીનાં થાંભલાવાળી હોવી જોઇયે નહી આવી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. ઇશાન દિશાની રક્ષા ફક્ત સંપૂર્ણ ગૃહનાં નિર્માણમાં જ નહિ પરંતું ઘરનાં પ્રત્યેક પક્ષનાં સંબંધમાં પણ કરવી જોઇએ. એટલે કે દરેક રૂમમાં ઇશાન દિશા સાફ અને સ્વચ્છ હોવી જોઇએ, નીચી હોવી જોઇએ તેમજ અન્ય ખૂણાંઓની અપેક્ષાથી થોડીક મોટી હોવી જોઇએ.જો વાસ્તુનું નિરિક્ષણ કર્યા બાદ તેમાં કોઇ દોષ આવે તો અહી નીચે આપેલા ખરાબ પરિણામો પ્રાપ્ત થવાની સંભાવના રહે છે.-
ઇશાન બ્લોકવાળા ઘરમાં કે બહાર પૂર્વ-ઉત્તરમાં ઘરની અંદરની તુલના કરતાં તે સ્થાન ઉંચું હોય તો ઘરની સ્ત્રીઓ પર પ્રતિકૂળ પ્રભાવ પડે છે.-
ઘરની ઇશાન દિશા જો ઘટી જાય તો વંશવૃધ્ધીમાં અવરોધ ઉત્પન્ન થાય છે તથા સંતાન રોગગ્રસ્ત, મંદબુધ્ધિ તથાં દુષ્ચરિત્ર થવાની સંભાવનાં રહે છે. -
ઇશાન દિશા બીજી દિશાઓ કરતાં વધારે ઉંચી હોય તો ધનને હાનિ તથા સંતાનને પણ હાનિ થવાની સંભાવના રહે છે.-
ઇશાન દિશામાં ગંદકી, ઝુંપડી, ઉંચો ટેકરો, પત્થરોનો ઢગલો હોય તો વંશ વિનાશની સાથે સાથે દરિદ્રતાનો પણ વાસ થાય છે. -
ઇશાન દિશામાં રસોડુ હોય તો ઘરની સ્ત્રીઓને પરેશાની થાય છે, ગૃહ કલેશ તથા ધન હાનિ થવાની સંભાવના રહે છે.-
ઇશાન દિશામાં શૌચાલય હોય તો અકસ્માત, ધનનો નાશ, તેમજ અકાળે મૃત્યું થવાની સંભાવના રહે છે. ઇશાન દિશાનાં શુંભ ફળ ઇશાન દિશા બીજી દિશાઓ કરતાં મોટી હોય તો ઘરનાં નિવાસીઓ ધન સંપત્તિયુક્ત રહે છે. તેમના એશ્વર્યમાં વૃધ્ધી થાય થશે તેમજ તેમના સંતાનો મેઘાવી થશે. -
ઇશાન દિશામાં પાણીનું સ્થાન હશે તો ઘરનાં નિવાસીઓ હંમેશા પ્રગતિ કરશે.-
ઇશાન દિશા નીચી હશે તો ગૃહ સ્વામી અષ્ટવિધ સંપત્તીથી અધિકારી થશે.-
ઇશાન દિશામાં પૂર્વની તરફ ઢળાવ પુરુષો માટે તથાં ઉત્તરી તરફ ઢળાવ સ્ત્રીઓનાં સર્વાંગ વિકાસ માટે શ્રેષ્ઠ હોય છે.-
ઘરનું બધુ જ પાણી આ દિશા દ્વારા બહાર નીકળવું જોઇએ. જો વરસાદનું પાણી પણ આ દિશા દ્વારા બહાર નીકળે તો ગૃહ સ્વામીનાં સુખમાં વૃધ્ધી થાય છે. -
ઇશાન દિશામાં પૂર્વ તથા ઉત્તર દિશાની દિવાલો, પશ્ચિમ તથાં દક્ષિણ દિશાની દિવાલોની તુલનામાં નીચી હોય તો લાંબા સમય સુધી આરોગ્ય, સુખ-સંપત્તિ અને ધન લાભ થાય છે. ઉપરની માહિતીથી આપણને જ્ઞાત થાય છે કે ઘરની ઇશાન દિશા સૌથી મહત્વપૂર્ણ હોય છે તેમજ વાસ્તુને અનુરૂપ નિર્માણ આપણી પ્રગતિમાં ચાર ચાંદ લગાવી દે છે.