પૃથ્વી પર રહેનાર બધા જ પ્રાણીઓમાં મનુષ્યની અંદર જ ચેતના, બુધ્ધિ, જ્ઞાન વગેરે જોવા મળે છે. જેનાથી સ્વભાવથી જ મનુષ્ય પ્રકૃતિના વિભિન્ન રૂપોને જાણવા માટે જિજ્ઞાસુ અને ઉત્સુક રહે છે. જેમકે કહેવાય છે કે આવશ્યકતાએ આવિષ્કારની જનની છે. મનુષ્યએ ધીરે ધીરે પોતાની આવશ્યકતા અનુસાર પ્રકૃતિમાં નવી નવી શોધ કરીને પોતાના જીવનના સ્તરને વધાર્યું છે. બ્રહ્માંડની ઉત્પત્તી પાંચ તત્વોથી થઈ છે તેવુ માનવામાં આવે છે- પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, તેમજ આકાશ જેને આપણે પાંચ મહાભુત કહીએ છીએ. આમને ઉપયોગમાં લેવાની ચેતના કે બુધ્ધી મનુષ્યની પાસે નૈસર્ગિકરૂપથી છે, જેનાથી મનુષ્ય સુખ-શાંતિથી રહીને પોતાની ઉન્નત્તિ અને કલ્યાણ કરી શકે.
આ સંપૂર્ણ અને શાશ્વત જ્ઞાનને વેદ કહેવામાં આવ્યો છે. વેદનો અર્થ પૂર્ણતયા જ્ઞાનથી છે આને અપૌરૂષેય કહેવામાં આવે છે એટલે કે જે કોઇ મનુષ્યએ નહી લખ્યું હોય. આ પણ એક પ્રાકૃતિક ભેટ છે.
વર્તમાન સમયમાં તે જરૂરી થઈ ગયું છે કે આપણે વેદોના શાસ્ત્રીય જ્ઞાનનું અધ્યયન તેમજ અનુસંધાન કરીને આને આધુનિક યુગમાં વ્યાવહારીક તેમજ પ્રાસંગિક બનાવીએ અને વેદ વિજ્ઞાનને એક આધુનિક વિજ્ઞાનના એક પૂરક વિષયના રૂપમાં સમજીએ અને જે પ્રશ્નોના ઉત્તર આધુનિક વિજ્ઞાનામાં નથી મળતાં તેમને વેદોનું અધ્યયન કરીને પ્રાપ્ત કરીએ. જે પ્રાકૃતિક તેમજ ભૌતિક ઘટનાઓના કારણોની જાણકારી આધુનિક વિજ્ઞાન પાસે નથી તે કારણોની વિવેચના વેદોમાં અપાયેલ રીતથી સ્વીકારીને કરી શકાય છે.
ઉદાહરણ તરીકે જે બિમારીઓ કે રોગોનો ઇલાજ આધુનિક એલોપેથી દ્વારા સંભવ ન હોય તેનો ઉપચાર આપણે આયુર્વેદ ચિકિત્સાથી કરી શકીએ અથવા જ્યોતિષ વિદ્યા અનુસાર ગ્રહોની શાંતિ, પૂજા, જાપ અથવા રત્ન ધારણ કરીને કે પછી વાસ્તુદોષ નિવારણ કરીને કે પછી યોગાસનો દ્વારા રોગોને ઉત્પન્ન કરતાં રોકી શકાય છે. આ ઉપાય આધુનિક યુગમાં પણ ચમત્કારિક સિધ્ધ થઈ રહ્યાં છે. એટલા માટે વેદોને આધુનિક વિજ્ઞાનના પુરક કહી શકાય છે.