એક બાજુ આપણા જંગલો દિવસે દિવસે ઉજડી રહ્યાં છે અને સીમેંટ-ક્રોકીટના જંગલનો વિસ્તાર સતત વધી રહ્યો છે. આવા સમયમાં જો કોઈ પણ માણસ વૃક્ષનું રોપણ કરે તો તેને પુણ્યની પ્રાપ્તિ થાય છે. સાથે સાથે બગડી રહેલાં પર્યાવરણમાં પણ સુધારો થશે.
તમિલની રામાયણમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ પોતાના સંપુર્ણ જીવનકાળ દરમિયાન દસ વૃક્ષ રોપે છે તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. પીપળાના વૃક્ષનું રોપણ કરીને જો શનિવારના દિવસે સવારે જળ ચઢાવીને એક મુઠ્ઠી સાકરિયાના દાણા લઈને તેને પીપળાના વૃક્ષના મૂળમાં ચઢાવીને ધૂપ-દિવો સતત 3 મહિના સુધી કરવાથી તેના બધા જ કષ્ટોનું નિવારણ થશે.
આસોપાલવના છોડને રોપીને તેને દરરોજ તાંબાના લોટા વડે પાણી ચઢાવવાથી માનસિક શાંતિ મળે છે. વનવાસના સમયે સીતા માતા પંચવટીમાં નિયમિત રીતે આસોપાલવના ઝાડને પાણી ચઢાવતાં હતાં અને તેની સાથે વાતચીત પણ કરતાં હતાં.
આમળાના છોડને રોપીને તેને મોટો કરીને તેમાં દૂધ મિશ્રિત જળને દરરોજ ચઢાવવાથી આવનારી મુશ્કેલીઓ અને આપત્તિઓથી છુટકારો મળે છે. પારસ પીપળાના ઝાડને ચાર મહિના સુધી પાણી ચઢાવવાથી ઈચ્છીત ફળ મળે છે. આ રીતે બિલીપત્રના ઝાડને અમાવસના દિવસે સવારે જળ ચઢાવવાથી અને તેના મૂળમાં 50 ગ્રામ શુદ્ધ ગોળનો ભુકો મુકવાથી કેટલાયે રોગોમાંથી મુક્તિ મળી જાય છે.
સફેદ આકડાના છોડને દર બુધવારે સવારે 'ૐ ગં ગણપત્યૈ નમ:' મંત્રનો 11 વખત જાપ કરીને જળ ચઢાવવામાં આવે તો ગણપતિ ગજાનંદ ખુબ જ પ્રસન્ન થઈને તેમની દરેક ઈચ્છાની પુર્તિ કરે છે. આવું આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે.
ઉપરોક્ત કાર્યને કોઈ પણ સ્ત્રી-પુરૂષ, બાળક, યુવતી અને યુવક દરેક વ્યક્તિ સવારે સ્નાન કર્યા બાદ કરી શકે છે.