Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાસ્તુદોષ અનિષ્ટનું કારણ બની શકે છે

વાસ્તુદોષ અનિષ્ટનું કારણ બની શકે છે
N.D
કોઈ મકાનનું વાસ્તુશાસ્ત્રના નિયમોને અનુસાર નિર્માણ ન કરવા પર તે નિર્માણકર્તા અને ગૃહસ્વામી બંને માટે અનિષ્ટનું કારણ બની શકે છે. મુગલ બાદશાહ શાહજહાઁએ વાસ્તુદોષને લીધે જ તાજમહેલનું નિર્માણ કરનાર રાજમિસ્ત્રીના બંને હાથ કપાવી દિધા હતાં અને મુંબઈમાં તાજ હોટલમાં આતંકવાદી વારદાતા પણ તેની બનાવટમાં વાસ્તુદોષને લીધે થઈ હતી.

દેશના પ્રસિદ્ધ વાસ્તુશાસ્ત્રી સુખદેવસિંહે વિશેષ વાતચીતમાં પોતાના આ દાવાનું પ્રમાણ આપતાં કહ્યું કે મકાન કે કાર્યાલયના નિર્માણ વખતે નિર્માણ સાથે જોડાયેલ મુશ્કેલીઓ આવવાનું મુખ્ય કારણ છે વાસ્તુદોષ. મકાન બનાવતી વખતે વાસ્તુશાસ્ત્રના નિયમોનું ધ્યાન ન રાખવા પર તેના નિર્માણમાં લાગેલા શ્રમિકો અને મિસ્ત્રી પર તાત્કાલીક કોઈ ને કોઈ રીતની મુશ્કેલી આવે છે. ત્યાર બાદ ગૃહસ્વામીને પણ કોઈ ને કોઈ મુશ્કેલી ઉઠાવવી પડે છે.

રાજસ્થાનના ગંગાનગરના રહેવાસી સિંહનું કહેવું છે કે ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિ પોતાના મકાનનું નિર્માણ વાસ્તુશાસ્ત્રના અનુસાર નથી કરતી તો મિસ્ત્રીને કંઈને કંઈ વાગી જાય છે કે તેનો ગૃહસ્વામી સાથે ઝઘડો થાય છે અથવા નિર્માણ કાર્યમાં વિધ્ન પડી શકે છે.

સિંહે જણાવ્યું કે વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનો ખુબ જ ઉંડો સંબંધ છે પરંતુ જ્યારે માણસ જ્યોતિષને જ મહત્વ આપે છે ત્યારે તે પોતાની સાથે ઘટતી કોઈ પણ ઘટનાને ભગવાનનો પ્રકોપ માને છે. જ્યારે કે ઈશ્વર કોઈ પણ વ્યક્તિ સાથે ખરાબ નથી કરતો. જેવી રીતે ઈશ્વરે આત્માનું ઘર શરીર બનાવ્યું છે તેવી જ રીતે જો આ ઘરનું શરીર બધા જ અંગોથી પુર્ણ નહી હોય તો મનુષ્યને તે ઘરમાં રહેવામાં મુશ્કેલી આવશે.

તેમણે મકાનના નિર્માણમાં વાસ્તુશાસ્ત્રના મહત્વને રેખાંકિત કરતાં કહ્યું કે આદર્શ ઘરની બનાવટના આધાર પર જ તેના ગૃહસ્વામીની દિનચર્યા, આવક, ચરિત્ર અને ભવિષ્ય તેમજ બાળકોનું શિક્ષણ વગેરેની સાથે જોડાયેલી બધી જ વ્યવસ્થાઓ નક્કી થાય છે. અહીંયા સુધી કે મનુષ્યની સાથે ઘટતી નાની મોટી બધી જ ઘટનાઓ અને દુર્ઘટનાઓ પણ ઘરની બનાવટ પર જ નિર્ભર છે.

તેમણે કહ્યું કે જો કાર્યાલયનું નિર્માણ વાસ્તુશાસ્ત્રને અનુસાર કરવામાં આવે તો વ્યક્તિની આવક પર અનુકૂળ પ્રભાવ પડે છે. જેવી રીતે મનુષ્યની જન્મપત્રી હોય છે તેવી જ રીતે ઘરની પણ એક જન્મ કુંડળી હોય છે. વાસ્તુશાસ્ત્રને અનુસાર મકાન બનાવવાના નિયમો વિશે તેમણે કહ્યું કે વાયવ્ય ખુણો બાળક માટે ખુબ જ શુભ હોય છે. ગૃહસ્વામીનો રૂમ નૈઋત્ય ખુણામાં હોવો જોઈએ. અગ્નિ ખુણામાં બનાવેલ રસોડુ ઓછુ ખર્ચાળ હોય છે પરંતુ જો તે વાયવ્ય ખુણામાં બનાવેલ હશે તો તે ઘણું ખર્ચાળ રહેશે.

સિંહે જણાવ્યું કે મકાન કે કાર્યાલયના ઈલેક્ટ્રિનિક ઉપકરણો ખરાબ રહેવાની મુશ્કેલી પણ વાસ્તુશાસ્ત્રની સાથે જોડાયેલ છે. જો કાર્યાલયમાં પ્રમુખનું બેઠક સ્થળ નૈઋત્ય ખુણામાં હશે તો તેને આદર્શ કાર્યાલય કહેવામાં આવશે.

વાસ્તુશાસ્ત્રને અનુસાર આદર્શ મકાનની ઓળખાણ તે છે કે ઈશાન-નૈઋત્ય ખુણા પર કટિંગ ગેટ ન હોવો જોઈએ જો આવું હશે તો મનુષ્યની સાથે ગમે ત્યારે કોઈ મોટી ઘટના બની શકે છે.

સિંહે જણાવ્યું કે વાસ્તુથી શારીરિક, માનસિક અને આર્થિક મુશ્કેલીઓ પર નિયંત્રણ કરી શકાય છે. ઉત્પાદન કાર્ય કરનારી મશીનોને પણ જો વાસ્તુશાસ્ત્રને અનુસાર રાખવામાં આવે તો ઉત્પાદન અને વેચાણ પર સીધો પ્રભાવ પડે છે.

Share this Story:

Follow Webdunia gujarati