Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પૂજાનો રૂમ ક્યાં હોવો જોઈએ

પૂજાનો રૂમ ક્યાં હોવો જોઈએ
W.D

આપણા ઘરમાં પૂજાનો રૂમ હોવો ખુબ જ જરૂરી છે. પરંતુ જો પૂજાનો રૂમ યોગ્ય જગ્યાએ હોય તો મનની અંદર શાંતિ રહે છે. ભગવાનની પૂજા આપણે જરૂર કરીએ છીએ પરંતુ ઘરની અંદર પુજાનો રૂમ ક્યાં હોવો જોઈએ તેની જાણકારી ન હોવાથી આપણને મનવાંછિત ફળ મળતું નથી. તો આવો જાણીએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની અંદર પૂજાનું સ્થળ ક્યાં હોવું જોઈએ.

આજકાલ આપણે જોઈએ છીએ કે મહાનગરોની અંદર જગ્યાની એટલી બધી ઉણપ વર્તાઈ રહી છે કે પૂજા માટે અલગ રૂમ બનાવવો શક્ય જ નથી. આજે તો જેના મકાન મોટા છે તેમના ઘરની અંદર જ પૂજા માટે અલગ રૂમ બને છે. ઘણાં ઘરોની અંદર તો અલગથી મંદિર જ બનાવેલ હોય છે જે સુંદર દેવી દેવતાની મૂર્તિઓથી સુષોભિત હોય છે. એક વાત પણ સાચી છે કે પૂજા ગમે તેવી હોય પરંતુ તે ફળદાયી ત્યારે જ નીવડે છે જ્યારે પૂજા કરનાર સાચા મનથી પૂજા કરતો હોય.

ઘણી વખતે એવો પ્રશ્ન ઉભો થાય છે કે ક્યાંક પૂજાનું સ્થાન ખોટી જગ્યાએ તો નથી ને? કે પછી મૂર્તિના મોઢાની દિશા ખોટી નથી ને? આપણે સાચી દિશા તરફ મુખ કરીને પૂજા કરી રહ્યાં છીએ કે નહિ? પૂજાની અંદર તમારી જેટલી સમર્પણની ભાવના હશે ભગવાન તેટલા તમારા પર પ્રસન્ન થઈને ભાગ્યોદય કરશે.

નિયમ તે છે કે ઘરની અંદર એક જ પૂજા સ્થળ હોવું જોઈએ. ઘરની અંદર પૂજા સ્થળ એક શક્તિશાળી સ્ત્રોત છે. એટલા માટે આ સ્થળ ખુબ જ સાફ હોવું જોઈએ ક્યાંય પણ સામાન વેરવિખેર ન હોવો જોઈએ. ઘરની અંદર બે કે ત્રણ રૂમની અંદર પૂજાસ્થળ ન હોવા જોઈએ. ખાસ કરીને સંયુક્ત પરિવારની અંદર આપણને જોવા મળે છે કે બધા પોત પોતાના રૂમની આસપાસ અલગ અલગ પૂજાના સ્થાન બનાવી લે છે. પરંતુ વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો આ એકદમ ખોટું છે. આવું કરવાથી ઘરના સદસ્યો હંમેશા માનસિક હેરાનીથી પીડાત રહે છે અને સારી રીતે ઉંઘ પણ નથી આવતી. પરિવારની અંદર તે ખુબ જ આવશ્યક છે પૂજાસ્થળ એક જ જગ્યાએ સ્થિત હોય પછી ભલેને પરિવારના સભ્યો પોતાના સમયાનુકૂળ એકી જ સાથે કે અલગ અલગ સમયે પૂજા કરે.

તમારે જો નવું બનાવવાનું હોય તેમાં ઉત્તર-પૂર્વ દિશામાં જ પૂજાનું સ્થાન રખાવો. પૂજા માટે ઈશાન ખુણો સર્વોત્તમ છે. ઈશાન ખુણામાં મંદિર બનાવીને ભગવાનની પ્રતિમાનું મુખ ઉત્તર તરફ રાખવું જ યોગ્ય છે. ઈશાન ખુણો આધ્યાત્મિક કાર્યો માટે સૌથી ઉત્તમ અને શક્તિશાળી છે.

Share this Story:

Follow Webdunia gujarati