Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vasanat Panchami 2024 Vivah Muhurat - વસંત પંચમી પર વિવાહનુ શુભ મુહુર્ત શુ રહેશે

Vasanat Panchami 2024 Vivah Muhurat -  વસંત પંચમી પર વિવાહનુ શુભ મુહુર્ત શુ રહેશે
, બુધવાર, 14 ફેબ્રુઆરી 2024 (04:03 IST)
Vasant panchami 2024 vivah muhurat:  14 ફેબ્રુઆરી 2024ના રોજ વસંત પંચમીના દિવસે વેલેન્ટાઈન ડે પણ છે. અક્ષય તૃતીયાની જેમ આ દિવસને પણ શુભ માનવામાં આવે છે. તેને પણ અબૂઝ મુહુર્ત કહેવાય છે. આ મુહુર્તમાં બધા પ્રકારના માંગલિક કાર્ય કરી શકાય છે.  આવો જાણીએ વસંત પંચમીના દિવસે શુ છે શુભ મુહુર્ત 
 
 ફેબ્રુઆરી 2024માં લગ્ન માટે શુભ મુહૂર્તઃ- લગ્ન માટેના શુભ મુહૂર્ત 4, 6, 7, 8, 12, 13, 17, 24, 25, 26 અને 29 ફેબ્રુઆરી એટલે કે કુલ 11 શુભ દિવસો ઉપલબ્ધ છે. આમાં 14મીનો કોઈ ઉલ્લેખ નથી, પરંતુ આ દિવસને પણ શુભ માનવામાં આવે છે.
 
શુભ મુહૂર્ત - 14 ફેબ્રુઆરી 2024, બુધવાર સવારે 07:01 થી બપોરે 12:35 વચ્ચે.
અમૃત કાલ મુહૂર્ત: સવારે 08:30 થી 09:59 સુધી.
સંધિકાળ મુહૂર્ત: 06:08 થી 06:33 વાગ્યા સુધી.
રવિ યોગ: બીજા દિવસે સવારે 10:43 થી 07:00 સુધી.
 
વસંત પંચમી પર લગ્ન કરી શકાય ? 
 
આ દિવસે જ મહાદેવ અને પાર્વતીનો તિલકોત્સવ થયો હતો અને તેમના લગ્નના રિવાજ શરૂ થયા હતા. 
આ દ્રષ્ટિથી પણ લગ્ન માટે વસંત પંચમીનો દિવસ શુભ માનવામાં આવે છે. 
જ્યોતિષ શાસ્ત્ર મુજબ વસંત પંચમીનો આખો દિવસ દોષ રહિત શ્રેષ્ઠ યોગ રહે છે. માન્યતા છે કે આ દિવસે લગ્ન માટે અબૂઝ મુહૂર્ત હોય છે. 
- આ દિવસે આવા લોકોને લગ્ન કરવો જોઈએ જેના લગ્નમાં સતત મુશ્કેલી આવી રહી હોય. 
- બંને પક્ષના લોકો રાજી હોય પણ ગુણ ન મળવાને કારણે અસમંજસની સ્થિતિમાં હોય. 
- આ દિવસે લગ્ન કરતા પહેલા કોઈ યોગ્ય જ્યોતિષ અને પંડિતની સલાહ જરૂર લો.  
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Vasant Panchami 2024 Wishes: વસંત પંચમીને બનાવો ખાસ, આ મેસેજ દ્વારા તમારા સગાઓને અને મિત્રોને મોકલો આ સંદેશ