Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Valentine Day પર તમારી પાર્ટનરને આપવા માંગો છો સરપ્રાઈઝ તો આપો આ ખાસ ભેટ

Valentine Day પર  તમારી પાર્ટનરને આપવા માંગો છો સરપ્રાઈઝ તો આપો આ ખાસ ભેટ
, બુધવાર, 14 ફેબ્રુઆરી 2024 (05:00 IST)
Happy Valentine Day 2024: વેલેન્ટાઈન ડે 14 ફેબ્રુઆરીના રોજ છે. વેલેન્ટાઈન ડે એ બે પ્રેમીઓ માટે ઉજવણીનો દિવસ છે. આ દિવસને પ્રેમના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. સામાન્ય રીતે વેલેન્ટાઈન ડેના અવસર પર કપલ્સ એકબીજાને ભેટ આપતા હોય છે. મોટાભાગના ભાગીદારો તેમના ભાગીદારો પાસેથી ભેટની અપેક્ષા રાખે છે.
 
જો તમે પણ આ વેલેંટાઈન ડે પર વાઈફ કે ગર્લફ્રેંડને કંઈક યૂનિક ગિફ્ટ આપવા માંગો છો અને હજુ સુધી નક્કી નથી કરી શક્યા કે શુ આપવુ. તો અમે તમને કેટલાક યૂનિક આઈડિયાઝ વિશે બતાવી રહ્યા છે જેનાથી તમે તમારી પાર્ટનરને ઈમ્પ્રેસ કરી શકો છો. 
 
ગિફ્ટ તમારી લાગણીઓ વ્યક્ત કરે છે અને તમારા પ્રેમનું પ્રતીક પણ છે. તે હંમેશા તમારા અને તમારા જીવનસાથી વચ્ચેના પ્રેમની યાદ તરીકે રહે છે. જો તમે વેલેન્ટાઈન ડેના અવસર પર કોઈ છોકરી એટલે કે તમારી ગર્લફ્રેન્ડ અથવા પત્નીને ગિફ્ટ આપવાનું વિચારી રહ્યા છો, તો અહીં તમને કેટલાક ગિફ્ટ આઈડિયા આપવામાં આવી રહ્યા છે, જેનાથી તમારા ખિસ્સા પર બોજ નહીં વધે.
 
1  પર્સનલાઈઝ્ડ ગિફ્ટ મતલબ એવી ગિફ્ટ છે જેમા તમારી અને તમારા પાર્ટનરની યાદો જોડાયેલી છે. આવામાં તમે તમારા પાર્ટનર સાથેની ફોટો કોલાજ બનાવીને ગિફ્ટ કરી શકો છો. 
 
2. જ્વેલરી એક એવી વસ્તુ છે જે દરેક સ્ત્રીને પહેરવી ગમે છે. આવી સ્થિતિમાં તમે વેલેન્ટાઈન ડે પર તમારા પાર્ટનરને નેકલેસ, બ્રેસલેટ કે ઈયરિંગ્સ ગિફ્ટ કરી શકો છો.
 
3. તમે તમારા પાર્ટનરને સેલ્ફ કેર પ્રોડક્ટ્સ પણ ગિફ્ટ કરી શકો છો. તમારો પાર્ટનર જે પણ બ્રાન્ડની પ્રોડક્ટ વાપરે છે, તમે તેને ભેટ તરીકે આપી શકો છો.
 
4. તમે તમારી પરફેક્ટ વેલેંટાઈન ડેટ સાથે વેલેંટાઈન ડે ને શાનદાર બનાવવા માટે તમે પાર્ટનરને   Clay Craft's Plain White Solid Ice Cream Bowls  પણ ગિફ્ટમાં આપી શકો છો. 
 
5. હેન્ડબેગ એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ દરેક સ્ત્રી કરે છે. હેન્ડબેગ એ ઉત્તમ અને શ્રેષ્ઠ ભેટ વિકલ્પ છે. આ ઉપરાંત, તે ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. તમે તમારા પાર્ટનરને હેન્ડ બેગ ગિફ્ટ કરી શકો છો.
 
6 વેલેન્ટાઈન ડે ને બેસ્ટ બનાવવા માટે તમે તમારી પાર્ટનરને પરફ્યુમનો સેટ પણ ગિફટ કરી શકો છો. જ્યારે પણ એ તેનો ઉપયોગ કરશો તો તમને જરૂર યાદ આવશે. 
 
7. હૈડમેડ કાર્ડ્સ કે આલ્બમ  
તમારા હાથથી બનાવેલ કાર્ડસ કે ફોટો આલ્બમ વ્યક્તિગત અને ખાસ હોય છે. આ સસ્તો અને દિલને સ્પર્શી લેનારી ભેટ ગર્લફ્રેંડ કે પત્નીને જરૂર પસંદ પડશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Valentine Romantic song- આજે આ ગીત ગાઈને પાર્ટનરને કરો ખુશ