Happy Propose Day Quotes - પ્રેમ જે એક ખૂબસૂરત એહસાસ છે. તેને શબ્દોમાં વ્યક્ત કરવુ સહેલુ નથી પણ કેટલાક ખાસ દિવસ હોય છે જે આપણને આપણા દિલની વાત ઊંડાણથી નીકળતી લાગનીઓને તમારા પ્રિયજન સામે વ્યક્ત કરવાની તક આપે છે. આવો જ એક દિવસ હોય છે પ્રપોઝ ડે. આ દિવસ દરેક પ્રેમી-પ્રેમિકા, પતિ-પત્ની અને એ બધા માટે મહત્વપૂર્ણ હોય છે જે પોતાના જીવનમાં કોઈને વિશેષ મહેસૂસ કરાવવા માંગે છે.
પ્રપોઝ ડે જે દર વર્ષે 7 ફેબ્રુઆરીના રોજ ઉજવાય છે. વેલેન્ટાઈન વીકનો બીજો દિવસ હોય છે. આ દિવસનુ મહત્વ તેથી વધી જાય છે કારણ કે આ ફક્ત પ્રેમી-પ્રેમિકા માટે નહી પણ દરેક એ વ્યક્તિ માટે હોય છે જે તમારા દિલની વાત તમારા જીવનના ખાસ વ્યક્તિને બતાવવા માંગે છે. પ્રેમ એક અનમોલ સંબંધ હોય છે. જેને શબ્દોમાં પિરોવીને કોઈની સામે વ્યક્ત કરવો સરળ નથી હોતો. પણ જો શબ્દોને સુંદરતાથી રજુ કરવામાં આવે તો આ એકરાર ખૂબ ખાસ બની શકે છે. જો તમે પણ તમારા પ્રેમનો એકરાર કરવા માટે Happy Propose Day Quotes 2025 શોધી રહ્યા છો તો આ લેખ તમારે માટે છે. તેમા અમે તમારા માટે પ્રપોઝ ડે કોટ્સ ગુજરાતીમાં લઈને આવ્યા છે. જે તમારા દિલની વાત સહેલાઈથી તમારા પ્રિય વ્યક્તિ સુધી પહોચાડવામાં મદદ કરશે. આવો જાણીએ પ્રપોઝ ડે ના કેટલાક સુંદર ક્વોટ્સ ગુજરાતીમા..
1 તારી દરેક અદા પર દિલ હારી બેસ્યો છુ
હવે તને કંઈક કહેવાની હિમંત ભેગી કરી રહ્યો છુ
પ્રેમની મહેફિલમાં તારુ નામ લખી દીધુ
આજે તને મારા દિલના હાલ લખી દીધા
Happy Propose Day
2. તને જોઉ છુ તો મન નાચી ઉઠે છે
તારુ નામ હોઠ પર આવીને થોભી જાય છે
પ્રેમ કરુ છુ બેહિસાબ તને
એક જ સપનુ છે તુ કબૂલ કરી લે મને
3. પ્રેમના દરિયામાં ડુબવા ચાલ્યો
તને મારી બનાવવા ચાલ્યો
પ્રપોઝ ડે પર તારો હાથ માંગવા આવ્યો
મારી દરેક ખુશી તારા પર લુંટાવવા આવ્યો
4. દિવાનો થયો તારો મને ઈંકાર નથી
કેવી રીતે કહુ કે મને તારી સાથે પ્રેમ નથી
કોઈ તો મસ્તી તારી આખોમાં પણ છે
હુ એકલો જ આનો ગુનેગાર નથી
Happy Propose Day
5. આમ તો સપના ખૂબ સારા હોય છે
પણ સપનાને પ્રેમ નથી કરતો
પ્રેમ તો તને આજે પણ કરુ છુ
બસ મારા પ્રેમનો એકરાર નથી કરતો
6 દિલ મારુ તને પ્રેમ કરવા માંગે છે
દબાયેલી મોહબ્બતનો એકરાર કરવા માંગે છે
જ્યારથી જોયા છે મે તમને સનમ
આ દિલ ફક્ત તમારા દિદાર કરવા માંગે છે
7. મે દુઆઓમાં તમને માંગ્યા
ખૂબ વફાથી તમને માંગ્યા
ઈશ્વરના દરબારમાં જ્યારે પણ ગયો
ખુદની ખુશીના દરેક કારણમાં તમને માંગ્યા
8. એને પ્રેમ કરવો મારી કમજોરી છે
એમને કહી ન શકવુ એ મારી મજબૂરી છે
એ કેમ નથી સમજતા મારી ખામોશી ને
શુ પ્રેમનો ઈકરાર કરવો હંમેશા જરૂરી છે