Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બદલાઈ પ્રેમની રીત

બદલાઈ પ્રેમની રીત

પારૂલ ચૌધરી

W.D

પ્રેમ પહેલાં પણ થતો હતો અને પ્રેમ આજે પણ થાય છે. પરંતુ આજે પ્રેમ કરવાની રીત અને તેને ઈઝહાર કરવાના ઢંગ બદલાઈ ગયાં છે. આજથી થોડાક વર્ષો પહેલાંનું દ્રશ્ય યાદ કરો જ્યારે કોઈ છોકરો છોકરીને જોતો અને માની લો કે છોકરી શરમાતા શરમાતા હસીને નીકળી જતી તો એવું માની લેવામાં આવતું કે હવે વાત બની શકે છે. આ આશાને લીધે ઘણી વખતે ઘણાં વર્ષો પસાર થઈ જતાં હતાં. પહેલાં છોકરી છોકરો એકબીજાને જોઈને જ સમય પસાર કરી દેતાં હતાં. તેઓ એકબીજા સાથે દરેક વાત કરતાં હતાં પરંતુ જ્યારે પ્રેમને રજુ કરવાની વાત આવતી ત્યારે તેમના હાથ પગમાં ધ્રુજારી છુટી જતી. તેમની જીભ પણ તતળાવા લાગતી હતી. તેમને એવું લાગતું હતું કે તેઓ કોઈ અપરાધ કરી રહ્યાં છે.

પરંતુ આજના જમાનામાં તો પ્રેમને રજુ કરવાનો ઢંગ જ બદલાઈ ગયો છે. આજે તે છોકરીને જોઈ કે બીજા જ દિવસે પ્રેમનો પ્રસ્તાવ રજુ કરવા માટે પહોચી ગયાં. જો તેને સ્વીકારી લીધો તો ઠીક નહિતર આગળ અભિયાન તો ચાલુ જ છે. આ સિવાય ફ્રેંડશીપ ડે, રોજ ડે, વેલેંટાઈન ડે જેવા દિવસોએ તો આશિકોને પોતાની વાતને રજુ કરવાનો અવસર આપી દિધો છે.
webdunia
W.D

પ્રેમ કરવાની રીતો બદલાઈ ગઈ છે. હાઈટેક થઈ રહેલી દુનિયાની સાથે પ્રેમ કરવાનો ઢંગ પણ હાઈટેક થઈ રહ્યો છે જેમકે હોટલ પર ખાવાનું ખવડાવવું, કોફી શોપ પર લઈ જઈને હાથમાં ફૂલ પકડાવીને કોફી પીવડાવવી. જો આમ કહેવા જઈએ તો આજકાલ પ્રેમ કરવાથી વધારે જરૂરી આ વધી વસ્તુઓ થઈ ગઈ છે અને જુઓ આવું કરવામાં તમે નાકામ હોય તો પ્રેમની ઝંઝટમાં પડશો જ નહિ. પહેલાં તો જો મહેબુબના દિવસમાં એકવાર દર્શન થઈ જાય તો જાણે કે હજ કરી લીધી હોય અને ગંગા નહાવીને આવ્યા હોય તેવું લાગતું હતું. પરંતુ આજે તો આખો દિવસ સાથે ફરવા ઉપરાંત મોડી રાત સુધી ફોન પર વાતો થાય છે છતાં પણ પ્રેમ પુરતો નથી લાગતો અને પહેલાં કરતાં આજે વધારે ઝગડાં થાય છે.

Share this Story:

Follow Webdunia gujarati