જ્યારે ગિફ્ટની વાત આવે છે તો લોકોના ચહેરા પરની ખુશી જોવા લાયક હોય છે. અને વાત જ્યારે સરપ્રાઈઝ ગિફ્ટની હોય તો ખુશી બેવડી થઈ જાય છે. જ્યારે આ ગિફ્ટ પોતાની ગર્લફ્રેંડને આપવાની હોય તો ભેટ આપતા પહેલા ઘણુ વિચારવુ પડે છે. બજારમાં તો બહુ બધી ગિફ્ટના ઢગલા જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં શુ ગિફ્ટ આપવી એ વિચારવુ મુશ્કેલ થઈ જાય છે. આવો આ મુશ્કેલીનો હલ શોધીએ - * ભેટ આપતા પહેલા તમારી ગર્ફફ્રેંડની પસંદ નાપસંદનો વિચાર જરૂર કરો. * એવી કોઈ ભેટ આપો જે તમારા પ્રેમને યાદગાર બનાવે.* કદી પણ એ ન વિચારો કે મોંઘી ભેટ જ તમારી ગર્લફ્રેંડને ખુશ કરશે. કારણકે ઘણીવાર એવુ પણ જોવા મળે છે કે એક નાનકડું ફૂલ પણ તમારી ગર્લફ્રેંડને ઘણી ખુશી આપે છે.
* જ્યારે સરપ્રાઈઝ ભેટ આપવી હોય તો ભેટ તેને ગમે તેવી હોવી જોઈએ. ભેટ આપતા પહેલા તેમના મનમાં હાલ શુ ચાલી રહ્યુ છે તે જાણી લો.
* ભેટ આપતી વખતે ક્યારેય એવુ ન બતાવો કે તમે તેને કેટલી મોંધી ગિફ્ટ આપી છે અથવા તો તમે આનાથી પણ મોંઘી ગિફ્ટ આપવા માંગતા હતા વગેરે વગેરે. કારણકે પ્રેમમાં જે મળે તે અણમોલ હોય છે.