વસંત આવી ગઈ છે, ચારેબાજુ કુદરતનું અનોખુ સૌદર્ય ખીલ્યુ છે... લો આવી ગયો પ્રેમના એકરારનો સમય, ચારેબાજુ પ્રેમના ગીતો પર લોકો ઝૂમી રહ્યા છે, તો પછી તમે કેમ ચૂપચાપ છો ? દિલની બેચેનીને શાંત કરવા માટે આવી ગયો છે વેલેંટાઈન ડે.....અમે તમારા દિલની હાલત જાણીએ છીએ. જાણીએ છીએ કે જ્યારે પણ એ તમારી સામે આવે છે તમે શરમાઈ જાવ છો, તમારુ દિલ વધુ જોરથી ધકધક કરવા માંડે છે. એકવાર તે તમારા દિલમાં ઉતર્યા પછી જ્યાં જુઓ ત્યાં તમને એમનો જ ચહેરો દેખાયો. આ ખાસ વ્યક્તિ તમારી જીંદગીનો એક ભાગ બની ચૂક્યો છે પણ ઉફ...હજુ સુધી આ ખાસને આની જાણ જ નથી. તમારું દિલ બૂમો પાડીને કહી રહ્યુ છે કે બસ, એમની સાથે જ પ્રેમ છે, અને જ્યાં સુધી આ વાતની ખબર તમારા દિલ એ મહેમાનને ખબર નહી પડે ત્યાં સુધી તમને ચેન નહી પડે. કદાચ તમારું દિલ પણ એ જ ઈચ્છે છે ? પણ ગભરાય છે.
સમજાતુ નથી કે પ્રેમનો એકરાર કેવી રીતે કરે. કોઈ કબૂતરની મદદ લે કે પછી મિત્રના દ્વારા પોતાના દિલની વાત કરીએ. તો હવે ખુશ થાઓ, હવે વેબદુનિયા તમારા જેવા બધા પ્રેમીઓના દિલની બેચેનીને સમજતા તમારી મુશ્કેલીને સરળ બનાવવા માટે તમારા દિલની વાત એમના દિલ સુધી પહોંચાડવાની જવાબદારી ઉઠાવશે.
તો પછી વિચાર શુ કરો છો ? વેલેંટાઈનના અવસર પર બેધડક કહો દિલની વાત તમારા અંદાજમાં વેબદુનિયાના પ્રેમ સંદેશા સાથે. અમે પહોંચાડીશુ તમારી લાગણીનો સંદેશ તમારા પ્રિયની પાસે... .