Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જ્યારે દિલમાં કોઈ વસી જાય.....

જ્યારે દિલમાં કોઈ વસી જાય.....
N.D
પુરૂષોની સૌથી મોટી ભૂલ હોય છે કે તેઓ પહેલી જ મુલાકાતમાં વિચારવા માંડે છે કે છોકરીઓ તેમની મિત્ર નહી ગર્લફ્રેંડ બને. આ વાત તેમને નિરાશ કરે છે કે તેમને જેટલી પણ છોકરીઓ મળે છે તે તેમને મિત્ર જ કેમ બનાવવા માંગે છે. આવા છોકરાઓએ પોતાના વિચારો બદલવા જોઈએ, જેથી કરીને દરેક છોકરી તેમની જ ઈચ્છા રાખે. આવો કેટલીક એવી વાતો પર તમારું ધ્યાન દોરાવીએ, જેનાથી તમે તમારી ગર્લફ્રેંડના દિલમાં વસી શકો.

વધુ લાગણીશીલ ન બનો - મોટાભાગે એવુ જોવા મળે છે કે પુરૂષ પ્રેમમાં વધુ લાગણીશીલ થઈ જાય છે. આવુ ન કરો. એવુ ન બને કે તમારી લાગણીશીલતા તમારા દિલની વાત કહી જ ન શકે. કોઈ બીજુ જ તેના જીવનમાં આવી જાય. તેથી જે કાંઈ તમારા મનમાં હોય તેને સ્પષ્ટ રીતે કહી દો. તમે શુ ઈચ્છો છો, તમારી તમારા ભાવિ જીવનસાથે વિશે શુ અપેક્ષાઓ છે. બધી વાતો દિલ ખોલીને કરો. બની શકે કે તે ખૂબ ખુશ થશે કે ખૂબ જ નારાજ.

તમારો નિર્ણય પણ જણાવો - છોકરીઓને હંમેશા એવા છોકરાઓ ગમે છે જે પોતાનો નિર્ણય લઈ શકે છે અને તેના પર જ અડગ રહે છે. જો તમને પૂછવામાં આવે તો આજે આપણે ક્યાં જવુ જોઈએ, તો કોઈપણ જવાબ ન આપો કે તમને નથી ખબર. તમારો આ વ્યવ્હાર એ બતાવે છે કે તમારામાં નિર્ણય લેવાની ક્ષમતા નથી અને છોકરીઓ આવા છોકરાઓને પસંદ નથી કરતી.

webdunia
N.D
દુ:ખી ન રહો - આ શક્ય નથી કે માણસ હંમેશા ખુશ રહે, પણ હંમેશા ચિંતામાં પણ ન રહો. કોઈ પણ છોકરી એવુ નથી ઈચ્છતી કે તેનો ભાવિ સાથી કાયમ ટેંશનમાં રહે અને તેનો ચહેરો કાયમ થાકેલો લાગે. તે હંમેશા એવુ ઈચ્છે છે કે તેનો બોયફ્રેંડ પોતાના લક્ષ પ્રત્યે સજાગ રહે અને આત્મવિશ્વાસી રહે.

ઉતાવળ ન કરો - જો તમને કોઈ છોકરી ગમતી હોય તો અને તમે તેને ફક્ત મિત્ર જ નહી ગર્લફ્રેંડ પણ બનાવવા માંગો છો તો ઉતાવળ ન કરતા. જો એ તમને કહે છે કે તમે તેના સૌથી સારા મિત્ર છો તો તેની મિત્રતામાં બાધા ન નાખતા. પહેલા મિત્રતાની જ પહેલ કરો. આ સંબંધમાં તમે તમારી જાતને રીલેક્શ અનુભવી શકશો.

Share this Story:

Follow Webdunia gujarati