Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જ્યારે આપવી હોય સરપ્રાઈઝ ગીફ્ટ

જ્યારે આપવી હોય સરપ્રાઈઝ ગીફ્ટ
W.DSatmeet
જ્યારે ગિફ્ટની વાત આવે છે તો લોકોના ચહેરા પરની ખુશી જોવા લાયક હોય છે. અને વાત જ્યારે સરપ્રાઈઝ ગિફ્ટની હોય તો ખુશી બેવડી થઈ જાય છે. જ્યારે આ ગિફ્ટ પોતાની ગર્લફ્રેંડને આપવાની હોય તો ભેટ આપતા પહેલા ઘણુ વિચારવુ પડે છે. બજારમાં તો બહુ બધી ગિફ્ટના ઢગલા જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં શુ ગિફ્ટ આપવી એ વિચારવુ મુશ્કેલ થઈ જાય છે. આવો આ મુશ્કેલીનો હલ શોધીએ -

* ભેટ આપતા પહેલા તમારી ગર્ફફ્રેંડની પસંદ નાપસંદનો વિચાર જરૂર કરો.

* એવી કોઈ ભેટ આપો જે તમારા પ્રેમને યાદગાર બનાવે.

* કદી પણ એ ન વિચારો કે મોંઘી ભેટ જ તમારી ગર્લફ્રેંડને ખુશ કરશે. કારણકે ઘણીવાર એવુ પણ જોવા મળે છે કે એક નાનકડું ફૂલ પણ તમારી ગર્લફ્રેંડને ઘણી ખુશી આપે છે.

webdunia
N.D
* જ્યારે સરપ્રાઈઝ ભેટ આપવી હોય તો ભેટ તેને ગમે તેવી હોવી જોઈએ. ભેટ આપતા પહેલા તેમના મનમાં હાલ શુ ચાલી રહ્યુ છે તે જાણી લો.

* ભેટ આપતી વખતે ક્યારેય એવુ ન બતાવો કે તમે તેને કેટલી મોંધી ગિફ્ટ આપી છે અથવા તો તમે આનાથી પણ મોંઘી ગિફ્ટ આપવા માંગતા હતા વગેરે વગેરે. કારણકે પ્રેમમાં જે મળે તે અણમોલ હોય છે.

Share this Story:

Follow Webdunia gujarati