Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

KITE FESTIVAL - આવો જાણીએ ભારતના એક માત્ર અમદાવાદના પતંગ મ્યુઝિયમ વિશે

kite festival
શનિવાર, 14 જાન્યુઆરી 2023 (10:08 IST)
અમદાવાદના આકાશને વિશ્વના પતંગોત્સવની રાજધાની ગણવામાં આવે છે ત્યારે અમદાવાદનું આ પતંગ મ્યુઝિયમ દેશનું પ્રથમ અને દુનિયાનું બીજું પતંગ મ્યુઝિયમ હોવાના નાતે ખાસ મહત્વ ધરાવે છે.
 
અમદાવાદના ઈન્ટરનેશનલ કાઈટ ફ્લાયર ભાનુભાઈ શાહના પતંગોના પોતાના અંગત સંગ્રહમાંથી આ મ્યુઝિયમની શરૃઆત થઈ હતી. જોકે આજે આટલા વર્ષો પછી પણ પછી અમદાવાદ મહાનગરપાલિકાએ મ્યુઝિમમાં કોઈ સુધારો-વધારો કર્યો નથી. ૩6 વર્ષ પહેલા જેમ હતું તેમ જ છે. મ્યુઝિયમમાં ૨૦૦ કરતાં વધારે કલાત્મક પતંગોનો સંગ્રહ સચવાયેલો પડયો છે જેમાંથી ૧૦૦ જેટલા પતંગને પ્રદર્શન (ડિસપ્લે)માં મુકવામાં આવ્યા છે. સમયાંતરે આ પતંગોની ફેરબદલી થતી રહે છે.
webdunia
હવે તો કળાના આવા ઉત્તમ નમૂના સમાન પતંગો બનાવનાર કારીગરો જ હવે રહ્યા નથી તે જોતાં આ પતંગ મ્યુઝિયમમાં સચવાયેલા પતંગો કળાની દ્રષ્ટિએ અનેરૃ મહત્વ ધરાવે છે. ભાનુંભાઈએ કહ્યું કે 'મને લાગ્યું કે આવા કલાત્મક પતંગો લોકોને આનંદ કરાવશે એટલે સંગ્રહ કરવાનું ચાલુ કર્યું' પતંગ મ્યુઝિયમમાં પ્રદર્શન માટે મુકાયેલા તમામ પતંગો ભાનુભાઈ શાહે એકત્ર કરેલા છે. જાત-ભાતના પતંગો ઉપરાંત પતંગો વિષે વિશ્વભરમાંથી રસપ્રદ માહિતી એકઠી કરવા પાછળ ભાનુભાઈએ ખૂબ મહેનત કરી છે. પોતાના પતંગ એકઠા કરવાના શોખ વિષે તેમજ પતંગ મ્યુઝિયમના ઈતિહાસ વિષે ભાનુભાઈ વિસ્તારથી જણાવે છે. ઉતરાયણના સમયમાં એક દિવસ અચાનક મારી નજર એક દુકાનમાં લટકાવેલી પતંગો પર ગઈ. કંઈ જબરજસ્ત પતંગો હતી એ!  તમને એવું થાય કે કોઈ ચિત્રકારે એ પતંગો બનાવી હશે. મેં એ પતંગો લેવા કારીગર જોડે પૃચ્છા કરી તો તેણે પણ કળાકારને છાજે તે રીતે કહ્યું,'આ પતંગો વેચાવા માટે નથી. મેં મારી આવડત દર્શાવવા તેને અહીયાં મૂકી છે.' પછી તો ધીરે-ધીરે આવા સુંદર પતંગો બનાવતા કારીગરો અન્ય કારીગરો પણ મને જડયા. ગમે તે રીતે એક પતંગ મેળવી ઘરે લાવીને ખીંટી પર તેને લટકાવી. બાળકૃષ્ણ પટેલ,જનક પટેલ અને રમણિક ભાવસાર ત્રણેય જાણીતા કળાકારો મારા મિત્રો. એમને, મારા ઘરનાંને અને મારા ઘરે આવતા દરેક મહેમાનોને એ પતંગ બહુ પસંદ આવી. એ વખતે મને એમ લાગ્યું કે આ પ્રકારની પતંગો લોકોને આનંદ કરાવશે. અને મેં પતંગનો સંગ્રહ કરવાનું શરૃ કર્યું. ત્યારે મારી ઉંમર આશરે ૨૧ વર્ષ હશે. પછી તો હું ઉત્તરાયણના દોઢ મહિના અગાઉ આવા કળાકાળીગરી વાળા પતંગો બનાવનાર કારીગર પાસે જઈને પતંગનું એડવાન્સ્ડ બુકિંગ કરાવી આવતો.

આ રીતે મારો પતંગનો સંગ્રહ ભેગો થતો ચાલ્યો. ૧૯૮૨માં સ્કાય એબોવ ઇન્ડિયા નામનું એક્ઝિબિશન યોજાવાનું હતું ત્યાં મેં મારી પતંગો મોકલી. ત્યાં તે ખૂબ વખણાઈ. અને એ પછી કાઈટ મ્યુઝિયમ બનાવવાનો મારો વિચાર દ્રઢ થતો ચાલ્યો. વિશ્વભરના મ્યુઝિયમોમાંથી મેં પતંગો વિષેની માહિતી એકત્ર કરી તેનું ડોક્યુમેન્ટેશન કરવા માંડયું. ૮૬માં એ વખતના ક્મીશ્નર વાસુસાહેબે મને સંસ્કારકેન્દ્રમાં મ્યુઝિયમ બનાવવા જગ્યા ફાળવી આપી અને આ રીતે ભારતનું પહેલું પતંગ મ્યુઝિયમ અમદાવાદમાં શરૃ થયું! પતંગ મ્યુઝિયમ ૩6 વર્ષની સફર કાપી છે એ વાતનો આનંદ છે.

 
વિઝિટ ગાઈડ
 
આ મ્યુઝિયમ પાલડી વિસ્તારમાં આવેલું છે.
મ્યુઝિયમ ૧૦ થી ૬ દરમિયાન ખુલ્લુ રહે છે.
પ્રવેશ નિઃશુલ્ક છે.
સોમવારે બંધ રહે છે.
પતંગના ઈતિહાસ અંગે રસપ્રદ માહિતી
ફુવારા, પક્ષીઓ, નહેરુ-ગાંધી, જીઓમેટ્રીકલ ડિઝાઈનના પતંગો
કાગળના અનેક ટુકડા જોડીને બનાવાયેલા પતંગો
અત્યાર સુધીમાં ઉડાવાયેલા વિવિધ આકારના પતંગ વિષે માહિતી
વિવિધ જંતુઓના આકાર ધરાવતા પતંગો અંગે માહિતી
અમદાવાદની ઉતરાયણની લાક્ષણિકતા દર્શાવતા ફોટા
વિમાનની રચનામાં પતંગનો શું રોલ તે વિષે માહિતી
માણસને ઉંચકતા પતંગો વિશે
સદીઓ પહેલાના ભારતિય શાસ્ત્રોમાં પતંગના ઉલ્લેખ અને તે ઉપરથી રચાયેલા મિનિએચર પેઈન્ટિંગ્સ અંગે માહિતી
યુધ્ધ દરમિયાન અને માછલી પકડવાં જેવા વિવિધ ઉપયોગોમાં પતંગ કઈ રીતે વપરાતા તેની સચિત્ર રજૂઆત
અમદાવાદની ઉત્તરાયણ ઉપર બનેલી ડોક્યુમેન્ટરી

પરફેક્ટ જીવનસાથી શોધી રહ્યા છો? ગુજરાતી મેટ્રિમોનીમાં - મફત નોંધણી કરો
Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Makar Sankranti 2023: મકર સંક્રાતિ પર બનશે મહાયોગ, રાશિ મુજબ કરો પૂજા અને દાન, મળશે યશ-કીર્તિ અને સન્માન