Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શાનદાર શરૂઆત.. જુઓ ફોટા

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શાનદાર શરૂઆત.. જુઓ ફોટા
અમદાવાદ, , સોમવાર, 11 જાન્યુઆરી 2016 (10:56 IST)
અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્‍ટ ખાતે આજે આંતરરાષ્‍ટ્રીય પતંગ ઉત્‍સવની વિધિવતરીતે શરૂઆત થઇ હતી. મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલ અને રાજ્‍યપાલ ઓપી કોહલીએ પતંગ ઉત્‍સવનો પ્રારંભ કરાવ્‍યો હતો. પતંગ ઉત્‍સવમાં ભાગ લેવા દેશ-દુનિયાના પતંગબાજો પહેલાથી જ પહોંચી ગયા હતા અને પતંગ ઉત્‍સવની શરૂઆત થયા બાદ પતંગબાજોએ અમદાવાદના આકાશને રંગીન બનાવી દીધું હતું. શરૂઆતમાં ભાગવત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દ્વારા આદિત્‍ય સ્‍તુતિ પ્રસ્‍તુત કરવામાં આવી હતી જ્‍યારે ૨૦૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓ સૂર્યનમસ્‍કાર સ્‍વરુપે સૂર્ય નમનના કાર્યક્રમમાં જોડાયા હતા.
webdunia
 
webdunia

રંગબેરંગી અને અવનવા પતંગો લોકોના આકર્ષણનું કેન્‍દ્ર બની ગયા છે. મુખ્‍યમંત્રી અને રાજ્‍યપાલની ઉપસ્‍થિતિ તથા મોટી સંખ્‍યામાં આંતરરાષ્‍ટ્રીય પતંગબાજોની હાજરી હોવાના કારણે પહેલાથી જ સુરક્ષા વ્‍યવસ્‍થા મજબૂત રાખવામાં આવી હતી. સાવચેતીના તમામ પગલા લેવાયા હતા. ર્પાંિકગ વિસ્‍તારમાં પણ સુરક્ષા વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી હતી.  દર વર્ષની જેમ જ આ વર્ષે પણ મોટી સંખ્‍યામાં પતંગબાજો ભાગ લઇ રહ્યા છે. ગુજરાતના ૫૦થી વધુ પતંગબાજો જોડાનાર છે. સવારના કાર્યક્રમને લઇને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. થીમ પેવેલિયન તથા ક્રાફ્‌ટ બજારનું ઉદ્‌ધાટન સૌરભ પટેલના હસ્‍તે ગઇકાલે ઉદ્‌ધાટન કરવામાં આવ્‍યું હતું. ગુજરાતમાં આંતરરાષ્‍ટ્રીય પતંગોત્‍સવની તમામ તૈયારીઓ ધણા દિવસથી ચાલી રહી હતી.  દર વર્ષની જેમ જ આ વર્ષે પણ સાબરમતી રિવરફ્રન્‍ટ ખાતે આંતરરાષ્‍ટ્રીય પતંગ ઉત્‍સવની શરૂઆત થઇ હતી જેમાં ૩૧ દેશોના ૯૮થી વધુ પતંગબાજો ભાગ લઇ રહ્યા છે. જ્‍યારે જુદા જુદા રાજ્‍યોના ૫૫ પતંગબાજો તથા ગુજરાતના ૫૦થી વધુ પતંગબાજો ભાગ લઇ રહ્યા છે. રાજયનો ૨૭મો આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવ દેશ વિદેશના પતંગબાજોના અવનવા કૌશલ્‍યોની સાથે સાથે સાંસ્‍કળત્તિક અને પ્રવાસન પ્રવળત્તિની દૃષ્ટિએ પણ વૈવિધ્‍યસભર બની રહે તેમ માનવામાં આવે છે. ગુજરાતે વિવિધ ક્ષેત્રોમાં ઉલ્લેખનીય સફળતા મેળવી લીધી છે.  દર વર્ષની જેમ જ આ વર્ષે પણ ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પતંગ ઉત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે. જે ૧૪મી સુધી ચાલશે. દેશ વિદેશના પ્રવાસીઓને પતંગ ઉત્‍સવનીમજા માણી શકશે. આ વખતે વિશ્વના ૩૧ દેશનાં ૯૮થી વધુ અને ૮ રાજયોના અંદાજે ૫૫ અને રાજયના ૫૦ પતંગબાજો ભાદ લેનાર છે.
webdunia

 
webdunia

આ પંતગબાજો રિવરફ્રન્‍ટ ખાતે પોતાના વિવિધ આકારના પંતગો લોકો સમક્ષ રજુ કરનાર છે. પતંગ ઉત્‍સવ દરમિયાન તા. ૯મી જાન્‍યુઆરીના રોજ સાંજે ૦૬:૩૦ વાગ્‍યે સાબરમતી રીવરફ્રન્‍ટ ખાતે ક્રાફટસ્‍ટોલ ફૂટસ્‍ટોલ અને થીમ પેવેલિયનને શહેરની જનતા અને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો હતો. આજે સવારે મહામહિમ રાજયપાલ અને રાજયના મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલ આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવ-૨૦૧૬ને વિધિવત રીતે ખુલ્લો મુકાયો હતો. આ આંતરરાષ્‍ટ્રીય પતંગ ઉત્‍સવમાં ભાગ લેનાર દેશોમાં યુકે જર્મની ઓસ્‍ટ્રિયા મલેશિયા ઈન્‍ડોનેશિયા ઓસ્‍ટ્રેલિયા સિંગાપોર યુએસએ કેનેડા થાઈલેન્‍ડ ઈટાલી એસ્‍ટોનિયા કમ્‍બોડિયા નીધરલેન્‍ડ રશિયા સ્‍વિત્‍ઝલેન્‍ડ યુક્રેન ફિલિપાઈન્‍સ વિયેતનામ આર્જેન્‍ટિના ચીન તુર્કી બ્રાઝિલ બેલ્‍જિયમ ઈઝરાયલ ફ્રાંસ નાઈજીરિયા પોલેન્‍ડ અને દક્ષિણ કોરિયાના લગભગ ૯૮ પતંગબાજોનો સમાવેશ થાય છે. હવે આગામી ચાર પાચ દિવસ સુધી આંતરરાષ્‍ટ્રીય પતંગ ઉત્‍સવ જોરદાર આકર્ષણ જમાવશે. પતંગ ઉત્‍સવને માણવા માટે લોકો મોટી સંખ્‍યામાં પહોંચે તેવી શક્‍યતા છે. આના માટે ખાસ વ્‍યવસ્‍થા પણ ગોઠવવામાં આવી છે. સાવચેતીને લઇને પણ આ વખતે કેટલાક પ્રશ્‍નો ઉઠયા છે. હાલમાં જ પઠાણકોટ ખાતે ત્રાસવાદી હુમલો થયા બાદ વિશેષ તકેદારી રખાઈ છે.
webdunia
 
webdunia
webdunia
webdunia
webdunia
webdunia
webdunia
webdunia
webdunia

Share this Story:

Follow Webdunia gujarati