Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

21માં આંતરરાષ્ટ્રીય પતંગ સ્પર્ધાનો શાનદાર શુભારંભ

21માં આંતરરાષ્ટ્રીય પતંગ સ્પર્ધાનો શાનદાર શુભારંભ
અમદાવાદ , મંગળવાર, 11 જાન્યુઆરી 2011 (17:45 IST)
P.R
આજની ખુશનુમા સવારે સાબરમતી રિવરફ્રંટ ઉપર 21માં આંતરરાષ્ટ્રીય પતંગ સ્પર્ઘાનો દિપ પ્રગટાવી પરંત સ્પર્ઘાનો પ્રારંભ કરાવતા ગુજરાત્ના પ્રવાસન નિગમના અધ્યક્ષ કમલેશ પટેલે જણાવ્યુ હતુ કે પતંગોત્સવને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ આપી ગુજરાતે ઉત્તરાયણના માધ્યમ દ્વારા સમગ્ર જગતને એક નવી દિશા બતાવી છે અને ગુજરાતમાં યોજાતા રણોત્સવ, તરણેતરનો મેળો, તાનારીરી, મોઢેરા સૂર્ય મહોત્સવ વગેરે ઉત્સવોને કારણે પ્રવાઈઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

webdunia
P.R
એટલુ જ નહી આવતા વિદેશી પતંગબાજોની પતંગોને ધ્યાનમાં રાખીને આપણા કારીગરોએ તેમની જરૂરિયાત પ્રમાણે વિવિધ આકારના પતંગોને સ્વદેશી કાચામાલથી બનવી નિકાસ કરતા રોજગારીની વિપુલ તકોનુ નિર્માણ થયુ છે અને ગત વર્ષોમાં જે વ્યવસાય 100 કરોડનો હતો એ આજે 2010-2011માં વધીને 500 કરોડથી વધુનો થવા પામેલ છે.

વિદેશના 27 દેશોના 95 જેટલા પતંગવીરો અને ભારતના વિવિધ 10 રાજ્યોના 150 જેટલા પતંગબાજો વચ્ચે જઈને પટેલે હજારો પતંગ પ્રેમીઓને સાબરમતી સ્વિરફ્રંટ ઉપરથી અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યુ અહ્તુ કે આગામી વાઈબ્રંટ મહોત્સવમાં ગુજરાત નવી ઉંચાઈનુ સમગ્ર વિશ્વને દર્શન કરાવશે. ગુજરાતે તેની 50 વર્ષની વિકાસયાત્રાના છેલ્લા દાયકામાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત વિકસિત દેશોની હરોળમાં આવી ગયુ છે અને તેને સમતોલ વિકાસ સાધ્યો છે અને જેથી જ આવનાર દિવસોમાં ગુજરાત સમગ્ર દેશનું ગ્રોથ એંજિન બની રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati