Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મકર સંક્રાતિ

મકર સંક્રાતિ
, મંગળવાર, 6 જાન્યુઆરી 2015 (17:31 IST)
મકર સંક્રાતિ હિંદૂ ધર્મનો પ્રમુખ તહેવાર છે. આ પર્વ પૂરા ભારતમાં કોઈ ના  કોઈ રૂપમાં ઉજવે છે. પૌષ માસમાં જ્યારે સૂર્ય મકાર રાશિ પર આવે છે ત્યારે  ત્યારે આ સંક્રાતિ ઉજવે છે.  
 
આ તહેવાર જાન્યુઆરી માહમાં ચૌદહ તારીખે ઉજવે છે.ક્યારેક-ક્યારેક આ તહેવાર બાર,તેર, કે પંદ્રહને પણ હોઈ શકે છે. આ  વાત પર નિર્ભર કરે છે કે સૂર્ય કયારે ધનુ રાશિ મૂકીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ દિવસે સૂર્યની ઉતરાયણ ગતિ આરંભ થાય છે અને આ કારણે એને ઉતરાયણી પણ કહે છે. 
 
પૌરાણિક કથાઓ 
 
કહેવાય છે કે આ દિવસે ભગવાન સૂર્ય પોતાના પુત્ર શનિથી મળવા પોતે તેના ઘરે જાય છે. શનિદેવ મહર રાશિના સ્વામી ગ્રહ છે આથી આ દિવસે મકર સંક્રાતિના નામ થી ઓળખાય છે. 
 
મકર સંક્રાતિના દિવસે ગંગાજી ભગીરથના પાછળ ચલીને કપિલ મુનિના આશ્રમથી થઈને સાગરમાં મળી ગઈ હતી. આ પણ કહેવાય છે કે ગંગાને ધરતી પર લાઅતા ભગીરથ પોતાના પૂર્વજો માટે આ દિવસે તર્પણ કરતા હતા. તેનું તર્પણ સ્વીકાર કર્યા પછી આ દિવસે ગંગા સમુદ્ર્માં જઈને મળી ગઈ હતી. આથી મકર સંક્રાતિ પર ગંગા સાગરમં મેળા લાગે છે. 
 
મહાભારત કાલમાં મહાન યોદ્ધા ભીષ્મ પીતામહ પણ પોતાની દેહ ત્યાગ માટે મકર સંક્રાતિનો જ ચયન કર્યો હતો. 
 
આ તહેવારને જુદા-જુદા પ્રાંતોમાં જુદા-જુદા નામથી ઓળખાય છે. મકર સંક્રાતિને તમિલનાડુમાં પોંગલના રૂપે આંધ્રપ્રદેશમાં ,કર્નાટક અને કેરલામાં આ પર્વ કેવળ સંક્રાતિના નામથી ઓળખાય છે. 
 
આ દિવસે ભગવાન વિષ્ણુના અસુરોનો અંત કરી યુદ્ધની સમાપ્તિની ઘોષણ કરી હતી અને બધા અશુરોના માથાને મંદાર પર્વતમાં દબાવી દીધું હતું. આ પ્રકાર આ દિવસે બુરાઈઓ અને નકારાત્મકતાને ખ્તમ કરવાનો દિવસ પણ ગણાય છે. 
 
યશોદાજીએ જ્યારે કૃષ્ણ જન્મ માટે વ્રત કર્યું હતું. ત્યારે સૂર્ય દેવતા ઉતરાયણ કાળમાં પર્દાર્પણ કરી રહ્યા હતા. અને તે દિવસે મકર સંક્રાતિ હતી. ત્યારથી મકર સંક્રાતિ વ્રતનો પ્રચલન થયું.   

Share this Story:

Follow Webdunia gujarati