Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એ કાપ્યો છે... લપેટ લપેટ...

પીળો પતંગ મારો લીલો પતંગ...

એ કાપ્યો છે... લપેટ લપેટ...

પારૂલ ચૌધરી

, શનિવાર, 10 જાન્યુઆરી 2009 (14:11 IST)
N.D

એ કાપ્યો છે... જલ્દી જલ્દી લપેટ. અરે હા આજે તો ઉતરાયણ છે અને દરેકની અગાસી પરથી આજે તો એક જ અવાજ સંભળાશે કાપ્યો છે લપેટ. નાના મોટા સૌ આજે તો અગાસી પર જોવા મળશે. અરે હા સાચુ કહ્યું આજે મકરસંક્રાંતિ છે અને આજનો તહેવાર ગુજરાત માટે કંઈક ખાસ જ હોય છે પછી ભલે ને તે નાના હોય કે મોટા દરેક આ રંગમાં આજે તો રંગાઈ જવાના.

આજના દિવસે ગુજરાતનો રંગ કંઈક અનોખો જ હોય છે. આકાશમાં રંગબેરંગી સુંદર નાના મોટા અને ભાત ભાતના તેમજ ચિત્ર વિચિત્ર પતંગો જોવા મળશે. આખું આકાશે આજે તો જાણે રંગબેરંગી ચુંદડી ઓઢી હોય તેવું લાગે છે. સવારે પાંચ વાગ્યાથી જ દરેકની અગાસી પર ખુબ જ જોરશોરથી લાઉડ સ્પીકર વાગવાના ચાલુ થઈ જાય છે. બાળકોથી લઈને મોટાઓ દરેક અગાસી પર જોવા મળે છે. અરે સવારે ચા-પાણીથી લઈને રાત્રીનું ભોજન સુદ્ધાં પણ પતંગ રસિયાઓ તો અગાસી પર જ કરે છે. યુવાનો તો આજના દિવસની એક પણ પળને વિસરવા માંગતા નથી.

ગૃહીણીઓની તો વાત જ ન પુછો. તે તો બે ત્રણ દિવસ પહેલાંથી જ આ તહેવારની તૈયારીમાં એટલી બધી મશગુલ થઈ જાય છે કે જાત જાતની અને ભાત ભાતની ચીકી બનાવે છે. સીંગની ચીકી, તલની ચીકી, મમરાના લાડુ, ઉંધીયું, જલેબી અને અનેક પ્રકારના નાસ્તા. અરે બસ બસ હવે તો મોઢામાં પાણી આવી ગયું....

અરે બાળકોની ઉમંગનો ઉમળતો તો પુછશો જ નહિ. ભલેને ભાઈ આપણને પતંગ ચગાવતાં આવડે કે નહિ, પરંતુ આપણે તો અગાસી પર આમથી તેમ દોડવાના જ અને પતંગ પણ લુંટવાના. બીજાના લુંટેલા પતંગ અને દોરીની મજા કંઈક અલગ જ હોય છે. ખરેખર આજનો તહેવાર ગુજરાતના નાના-મોટા અને વયોવૃદ્ધ સૌને યુવાન બનાવીને તેમનામાં એક અલગ જ પ્રકારની મસ્તી અને ઉમળકો ભરી દે છે.

Share this Story:

Follow Webdunia gujarati