Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'મિથુનનો માંજો' લેવા રાજકોટમાં લાઇનો લાગે છે

'મિથુનનો માંજો' લેવા રાજકોટમાં લાઇનો લાગે છે
P.R
ઉત્સવપ્રેમી નગરજનો નવા વર્ષની વધામણી કરવાની સાથોસાથ હવે પતંગના પર્વ મકરસંક્રાંતિની તૈયારીમાં પણ પડી ગયા છે. શહેરમાં ઠેક-ઠેકાણે બહારના પ્રાંતમાંથી માંજો તૈયાર કરવાવાળા આવી પહોંચ્યા છે. જો કે આ સૌમાં મિથુનભાઇ માંજાવાળાની કહાની અલગ જ છે. એમ કહી શકાય કે મિથુનભાઇ અને માંજો એક બીજાના પુરક બની ગયા છે. કાનપુરના વતની ૪૮ વર્ષિય મિથુનભાઇ અને તેના ત્રણ પુત્રો આકીબ, યુસુફ, અક્રમ તથા પનિ અને ભાઇ સહિતનો પરિવાર માત્ર મકરસંક્રાંતિના તહેવાર વખતે જ નહિ પરંતુ આખુ વર્ષ માંજો પાવાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ઉતરાયણના ત્રણેક માસ અગાઉ આ આખો પરિવાર રાજકોટ આવી જાય છે અને ભાડે મકાન રાખી ત્યાં રહી સદરમાં જુના નુતન પ્રેસ પાસેની ગલીમાં દોરો પાવાનું કામ કરે છે. ચરસ, કાચ ચોખા અને ફેવીકોલના ઉપયોગથી દોરાને રંગબરેરંગી અને ધારદાર બનાવવાનું કામ કરતાં મિથુનભાઇ કહે છે પોતે ૩૦ વર્ષથી રાજકોટ આવે છે. અગાઉ તેમના ભાઇ રાજકોટ આવતાં ત્યાવરે પોતે સાથે આવતાં. રાજકોટમાં તહેવાર ટાણે જ અમે આવીએ છીએ. પરંતુ કાનપુરમાં વર્ષ આખુ અમારે દોરા પાવાનું કામ જ કરવાનું હોય છે. આખા વર્ષનો સ્ટોઉક સંક્રાંતના ત્રણ-ચાર માસ અગાઉ ગુજરાતમાં સપ્લાય થાય છે. માંજો પાવા સિવાયનું બીજુ કોઇ કામ અમને આવડતુ નથી. આ વખતે એક હજાર વારની રીલ પાવાનો ભાવ રૂ. ૫૦ રખાયો છે. ગયા વર્ષ કરતાં દસેક રૂપિયાનો વધારો થયો છે. મોંઘવારી અમને પણ નડી છે.

Share this Story:

Follow Webdunia gujarati