Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પતંગ ભલે 14મીએ ચગાવો પણ દાન-પુણ્ય કરવા માટે ૧૫મી જાન્યુઆરી શ્રેષ્ઠ

પતંગ ભલે 14મીએ ચગાવો પણ દાન-પુણ્ય કરવા માટે ૧૫મી જાન્યુઆરી શ્રેષ્ઠ
, શુક્રવાર, 9 જાન્યુઆરી 2015 (15:37 IST)
આ વરસે ઉતરાયણ ભલે ૧૪મી જાન્યુઆરીના રોજ ઉજવાય પરંતુ શાસ્ત્રોક્ત રીતે દાન-પુણ્ય કરવા માટે ૧૫મી જાન્યુઆરીનો સમય શ્રેષ્ઠ છે. ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉતરાયણને દાન પુણ્ય કરવાનું મહાપર્વ તરીકે ઉજવવામાં આવે છે.
 
વિક્રમ સંવત ૨૦૭૧ના પોષ વદ-૯ બુધવાર તા. ૧૪-૧૧-૨૦૧૫ના રોજ સાંજનાં ૭.૩૪ કલાકે સવિત સૂર્યનારાયણ નિરયન મકર રાશીમાં આવે છે. શાસ્ત્ર આજ્ઞાાનુસાર મકર સંક્રાન્તિનો પુણ્યકાળ તા. ૧૫-૧-૨૦૧૫ ગુરૃવારે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી છે. આખો દિવસ પુણ્યકાળ રહેતો હોવાથી પતંગ પર્વ તો પરંપરાગત દર વર્ષની માફક આવતી તા. ૧૪-૧-૨૦૧૫ના જ રોજ ઉજવાશે. પરંતુ ઉતરાયણના પર્વે અપાતુ દાન અનેક ગણુ પુણ્યકારક છે તેથી તે દાન બીજા દિવસે એટલે કે ૧૫-૧-૨૦૧૫ દિવસે કરવાનું એવી શાસ્ત્રાજ્ઞા છે.
 
આ વર્ષે મકર સંક્રાન્તું વાહન ગજ (હાથી) અને ઉપવાહન ગદર્ભ (ગધેડો) છે. જે લાલવસ્ત્ર દારણ કરીને ગોરો ચંદનનું તિલક કરેલ છે. પશુ જાતિની આ સંક્રાતિએ હાથમાં આયુધ તરીકે ધનુષ ધારણ કર્યું છે. સીસાના પાત્રમાં દુધનું ભક્ષણ કરે છે. પ્રૌઢાવસ્થા ધરાવતી સંક્રાતિ બેઠેલી અવસ્થામાં છે અને સફેદ કચુંકી ધારણ કરેલી છે અને આભુષણ તરીકે ગોમેદ ધારણ કર્યો છે. ૬૦ યોજનના વિસ્તારવાળી લાંબુ નાક અને નખ હાથ અને એક માજી ધરાવનારી આ સંક્રાતિનો આકાર પુરૃષ સમાન બે તે પૂર્વમાંથી આવીને પશ્ચિમમાં જાય છે અને તેની દ્રષ્ટિ વાયવ્યમાં રહેલી છે તે દિવસે સૂર્યોપાસના અને સરસ્વતી દેવીની સાધના ફળદાયી છે તેમ શાસ્ત્રી પ્રહલાદભાઈ જોષીએ જણાવ્યું હતું.
 
ઉતરાયણના દિવસે કાળા તલ, વસ્ત્રનું દાન કરવાથી મહાપાપ, વ્યાધિ, રોગ, ભય વગેરેનો નાશ થાય છે. આ વરસે સંક્રાંતિ દુધ ખાય છે તેથી દુધની બનાવશે તથા સફેદ વસ્ત્રનું દાન સાધુ, સંતો, બ્રાહ્મણો, અન્નક્ષેત્રમાં યથાશક્તિ આપવું, તલ તલની બનાવટો, જેવી કે લાડવા, તલ સાંકળી, ચિક્કી વગેરે ભારતીય ધર્મ સંસ્કૃતિમાં બહેન-દિકરીઓને ખીચડો આપવાની પરંપરા પણ આ દાન પ્રથાને અનુરૃપ છે. છે. આ પવિત્ર દિવસે ગાયોને ઘાસચારો ગરીબોને અન્નદાન, ગરમ વસ્ત્રો, તલ ગોળ વગેરે અર્પણ કરવા જોઈએ.
 

Share this Story:

Follow Webdunia gujarati