Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફેબ્રુઆરીમાં થઈ શકે છે વિધાનસભા ચૂંટણી, 7 ચરણોમાં થશે મતદાન

ફેબ્રુઆરીમાં થઈ શકે છે વિધાનસભા ચૂંટણી,  7 ચરણોમાં થશે મતદાન
લખનૌ. , મંગળવાર, 20 ડિસેમ્બર 2016 (14:01 IST)
ઉત્તર પ્રદેશમાં થનારી આગામી વિધાનસભા ચૂંટણીને લઈને આયોગે પોતાની તૈયારીઓ પૂરી કરી લીધી છે. એવુ કહેવાય રહ્યુ છે કે 22 ડિસેમ્બર પછી ક્યારેય પણ વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત આયોગ કરી શકે છે. ચૂંટણી તૈયારીઓની તપાસ કરવા માટે આવતીકાલથી ચૂંટણીપંચના ઉપચૂંટણી નિગમ વિજય દેવ પ્રદેશના 4 જીલ્લા કાનપુર, વારાણસી, ઈલાહાબાદ અને લખનૌનો પ્રવાસ કરશે અને 22 ડિસેમ્બરના રોજ દિલ્હી પરત જશે.  
 
 
ફેબ્રુઆરીમાં થઈ શકે છે વિધાનસભા ચૂંટણી 
 
 
સૂત્રોનુ માન્યા પછી ચૂંટની પંચ ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી માટે તારીખની જાહેરાત કરી શકે છે જે 7 ચરણોમાં થશે. ચૂંટણીનુ પ્રથમ ચરણ ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયાથી શરૂ થશે. અને મહિનાના અંત કે માર્ચના પ્રથમ અઠવાડિયા સુધી બધા ચરણોની વોટિંગ પૂરી કરી લેવામાં આવશે. સાથે જ  માર્ચમાં ચૂંટણી પરિણામોની જાહેરાત પણ કરવામાં આવશે. એવુ કહેવાય રહ્યુ છે કે આ જ કારણે ચૂંટૅણી પંચે યૂપી બોર્ડની પરીક્ષા માટે જાહેર તારીખો પર રોક લગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા યૂપી બોર્ડે 10 ફેબ્રુઆરીથી હાઈસ્કૂલ અને ઈંટર કી બોર્ડ પરીક્ષાઓ કરવાની જાહેરાત કરી હતી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જંગલી જાનવરોનો તરખાટ, શિકાર અને હૂમલાના બનાવો