Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Agneepath Yojana - અગ્નિપથ યોજના, જેને લીધે દેશમાં હિંસક વિરોધપ્રદર્શ

Agneepath Yojana - અગ્નિપથ યોજના, જેને લીધે દેશમાં હિંસક વિરોધપ્રદર્શ
, રવિવાર, 19 જૂન 2022 (17:55 IST)
છેલ્લા 5  દિવસથી કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય સેનામાં ભરતી જાહેર કરવામાં આવેલ 'અગ્નિપથ યોજના'નો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ઘણાં રાજ્યોમાં વિરોધપ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે.
 
ભારત સરકાર આ યોજના અંતર્ગત ટૂંકાગાળા માટે સેનામાં 17.5 વર્ષથી 21 વર્ષ (જે ગુરુવારે વધારીને 23 વર્ષ કરવામાં આવી છે)ની ઉંમરના યુવાનોની ભરતી કરશે.
 
આ યોજનાની જાહેરાત થતા જ વિરોધ શરૂ થઈ ગયો હતો.
સરકારનું માનીએ તો યોજનાનો હેતુ યુવાનોમાં રાષ્ટ્રીયતાની ભાવના દૃઢ કરવાનો, ભારતીય સેનાને યુવાનોની સેનાનું સ્વરૂપ દર્શાવવાનો અને યુવાનોની ભારતીય સેનામાં કામ કરવાની મહત્ત્વાકાંક્ષાને પૂર્ણ કરવાનો છે.
 
અગ્નિપથ યોજના શું છે?
 
ઉલ્લેખનીય છે કે, સશસ્ત્ર દળોની ભરતી પ્રક્રિયામાં પરિવર્તન લાવવાના પ્રયાસરૂપે સરકાર દ્વારા 14 જૂને અગ્નિપથ યોજના શરૂ કરવામાં આવી હતી. નવી સૈન્ય ભરતી યોજના વિરોધનો સામનો કરી રહી છે, કેન્દ્રએ અગ્નિવીરોની ભરતી માટે ઉચ્ચ વય મર્યાદા બદલવાનો નિર્ણય કર્યો છે.
 
એક વખતની છૂટછાટ આપતા, કેન્દ્રએ 16 જૂન, 2022ના રોજ જાહેરાત કરી હતી કે અગ્નિપથ યોજના દ્વારા ભરતી માટે અગ્નિવીરની ઉપલી વય મર્યાદા 21 વર્ષથી વધારીને 23 વર્ષ કરવામાં આવી છે. આ યોજનાને અગ્નિપથ નામ આપવામાં આવ્યું છે અને આ યોજના હેઠળ પસંદ કરાયેલા યુવાનોને અગ્નિવીર તરીકે ઓળખવામાં આવશે. અગ્નિપથ દેશભક્તિથી પ્રેરિત યુવાનોને ચાર વર્ષના સમયગાળા માટે સશસ્ત્ર દળોમાં સેવા કરવાની તક આપશે.
 
ભરતીની ઉંમર સાડા 17 વર્ષથી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ
શૈક્ષણિક લાયકાતઃ 10 કે 12 પાસ
ભરતી ચાર વર્ષ માટે થશે
ચાર વર્ષ પછી સેવામાં કામગીરીના આધારે મૂલ્યાંકન કરવામાં આવશે અને 25 ટકા લોકોને કાયમી કરવામાં આવશે.
ચાર વર્ષ પછી જે જવાનો નિયમિત થશે તેમને અગ્નિવીર કહેવામાં આવશે.
પ્રથમ વર્ષનો પગાર મહિને 30 હજાર રહેશે
ચોથા વર્ષે દર મહિને 40 હજાર રૂપિયા મળશે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અગ્નિપથ મામલે રાહુલ ગાંધીએ પોતાના જન્મદિવસની ઉજવણી ન કરવા જણાવ્યું