Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Budget 2024: બજેટમાં નાણામંત્રીએ કરી આ 10 જાહેરાત, જાણો તેમા તમારે માટે શુ ?

union budget
, મંગળવાર, 23 જુલાઈ 2024 (13:36 IST)
આજે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરી રહ્યા છે. આ તેમનું 7મું બજેટ છે જે તે રજૂ કરી રહી છે. બજેટ રજૂ કરતી વખતે તેમણે ઘણી મોટી જાહેરાતો કરી છે જેનાથી સામાન્ય જનતાને ઘણો ફાયદો થઈ શકે છે. તમને જણાવી દઈએ કે નાણામંત્રી નિર્મલા સીતારમણે અત્યાર સુધી કઈ 10 મોટી જાહેરાતો કરી છે.
 
શુ છે નાણામંત્રીની મોટી જાહેરાત ?
 
- કામકરતી મહિલાઓ માટે હોસ્ટેલ બનાવવામાં આવશે. 
- સરકાર ઘરેલુ સંસ્થાનોમાં ઉચ્ચ અભ્યાસ માટે 10 લાખ સુધીની લોન માટે નાણાકીય સહાયતા પ્રદાન કરશે. 
- ઉર્જા સુરક્ષા અને ફેરફાર માટે એક નીતિગત દસ્તાવેજ લઈને આવશે સરકાર 
-  પીએમ આવાસ યોજના શહેરી 2.0 હેઠળ એક કરોડ પરિવારોને 10 લાખ કરોડ રૂપિયાના રોકાણથી રહેઠાણ આપશે. 
- સરકાર શહેરી મકાનો માટે સસ્તા વ્યાજ દર પર લોન માટે વ્યાજ સબસીડી યોજના લાવશે. 
- સરકાર આંધ્ર પ્રદેશની રાજધાનીના વિકાસ માટે ચાલુ નાણાકીય વર્ષ અને ભવિષ્યના વર્ષોમાં 15000 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરશે. 
- ખાનગી ક્ષેત્ર દ્વારા બુનિયાદી માળખામાં ખાનગી રોકાણને વ્યવ્હાર્યતા અંતર ફંડિગ અને સક્ષમ નીતિઓના માઘ્યમથી પ્રોત્સાહન આપવામાં આવશે.  
- પ્રધાનમંત્રી ઈંટર્નશિપ યોજના હેઠળ 5000 રૂપિયાનુ માસિક ભથ્થુ મળશે. 
- મુદ્રા યોજના હેઠળ ઋણ સીમા બમણી કરી 20 લાખ રૂપિયા કરવામાં આવશે 
- કેન્દ્ર સરકાર 100 શહેરોમાં રોકાણ માટે તૈયાર ઓદ્યોગિ9ક પાર્કને પણ પ્રોત્સાહના આપશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Budget 2024 Live: શુ થયુ સસ્તુ અને શુ થયુ મોંઘુ, સોનુ, ચાંદી, મોબાઈલ, કેંસરની દવાઓ થઈ સસ્તી