Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Budget 2019 Main Point - 5 લાખ સુધીની આવકવાળાને છપ્પરફાડ રાહત, દર વર્ષે બચશે સાડા 12 હજાર રૂપિયા

Budget 2019 Main Point  - 5 લાખ સુધીની આવકવાળાને છપ્પરફાડ રાહત, દર વર્ષે બચશે સાડા 12 હજાર રૂપિયા
, શુક્રવાર, 1 ફેબ્રુઆરી 2019 (15:01 IST)
આજે એટલે એક 1 ફેબ્રુઆરીના રોજ સરકાર અંતરિમ બજેટ 2019 રજુ કરી રહી છે. જો કે આગામી કેટલાક મહિનામાં લોકસભા ચૂંટણી થવાની છે. તેથી આ એક અંતરિમ બજેટ છે.   જાણો ક્ષણ ક્ષણની અપડેટ 
-  સરકારની નીયત સાફ, નીતિ સ્પષ્ટ અને નિષ્ઠા અટલ છે,  પિયૂષ ગોયલ
-   અને અંતમાં પિયૂષ ગોયલ બોલ્યા - આ ફક્ત સામાન્ય બજેટ નથી, દેશની વિકાસ યાત્રાનું માધ્યમ છે, આ જે દેશ બદલાઈ રહ્યો છે તેનો શ્રેય દેશવાસીઓને જાય છે: પિયૂષ ગોયલ
-  6.5 લાખની કમાણી કરનાર પ્રોવિડન્ડ ફન્ડ અને બીજી ઈક્વીટિઝમાં રોકાણ કરશે તો કોઈ ટેક્સ આપવો નહી પડે : પિયૂષ ગોયલ
- મહિલાઓને 40 હજારના બેન્ક વ્યાજ પર કોઈ ટેક્સ નહી : પિયૂષ ગોયલ
- સ્ટાન્ડર્ડ ડિડક્શન 40 હજાર રૂપિયા વધારીને 50 હજાર કરવામાં આવ્યો : પિયૂષ ગોયલ
- - ટેક્સ છૂટ બાદ લોકસભામાં મોદી મોદીના નારા લાગ્યા, હવે 5 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ ચુકવવો નહી પડે આવકવેરાની મર્યાદા વધારવામાં આવી, અઢી લાખથી 5 લાખ કરવામાં આવી
-  નોટબંધી પછી 1 કરોડ લોકોએ પહેલી વાર ટેક્સ ફાઈલ કર્યો: પિયૂષ ગોયલ
- અમારી સરકાર કાળાધનને દેશમાંથી હટાવીનેજ ઝંપશે, નોટબંધીથી 1 લાખ 36 હજાર કરોડ રૂપિયા ટેક્સ મળ્યો: નાણામંત્રી 
-  GSTમાં સતત ઘટાડો રોજબરોજની વસ્તુઓમાં હવે ફક્ત 0% થી 5% ટેક્સ:
- -  વર્ષ 2017-18માં ડાયરેક્ટ ઈનકમ ટેક્સ કલેક્શનમા& 18 ટકાનો વધારો 
-  ક્લિન અને ગ્રીન ઈંડિયાને વધારવા માટે પગલા ઉઠાવીએશુ 
- આગામી પાંચ વર્ષમાં અમારી અર્થ વ્યવસ્થા 5 લાખ કરોડ ડોલર પહોંચી ગઈ  જ્યારે કે 8 વર્ષમાં અમારી અર્થ વ્યવસ્થા 10 લાખ કરોડ ડોલર થઈ જશે 
-  GSTમાં સતત ઘટાડો થતાં ગ્રાહકોને 80 હજાર કરોડ રૂપિયાની રાહત મળી, રોજબરોજની વસ્તુઓમાં હવે ફક્ત 0% થી 5% ટેક્સ: 
-  ઘર ખરીદનારને GST બોજ ઓછો કરવાની કોશિશ, 
- મધ્યમવર્ગનો ટેક્સ ઓછો કરવો અમારી પ્રાથમિક્તા: 
- ટેક્સ ફાઈલીંગને સરળ બનાવ્યુ, ટેક્સ કલેક્શન વધીને 12 લાખ કરોડ 
- 24 કલાકમાં રિટર્ન ફાઈલીંગ કરી શકાશે 
-પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 15.56 કરોડ લાભાર્થિઓને  7.23 લાખ કરોડ રૂપિયાનું કર્જ આપવામાં આવ્યુ: પિયૂષ ગોયલ
-  મધ્યમવર્ગનો ટેક્સ ઓછો કરવો અમારી પ્રાથમિક્તા: પિયૂષ ગોયલ
-  પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 15.56 કરોડ લાભાર્થિઓને  7.23 લાખ કરોડ રૂપિયાનું કર્જ આપવામાં આવ્યુ: પિયૂષ ગોયલ
- ખેડૂત ક્રેડિટ કાર્ડની અરજીને સરળ કરવામાં આવશે 
- 2 ટકા વ્યાજની છૂટ ખેડૂત ક્રેડિટ કાર્ડ હેઠળ હવે એનિમલ હસબેંડરીવાલા ખેડૂતોને પણ મળશે. 
- ખેડૂત યોજના 1 ડિસેમ્બર 2018થી લાગૂ થશે. 
- રાષ્ટ્રીય કામઘેનુ આયોગનુ એલાન કર્યુ. ગાયને લઈને આયોગ કામ કરશે. 
- પીયૂષ ગોયલે 2022 સુધી ખેડૂતોની આવકને બમણી કરવાનુ વચન દોહરાવ્યુ 
- ખેડૂતોની પરેશાની દોરો કરવાનુ કામ આ સરકારે કર્યુ છે. 
 
- મનરેગા માટે વર્ષ 2019-20માં 60 હજાર કરોડ રૂપિયાની વહેંચણી 
- 11 લાખ 68 હજાર કરોડ્ રૂપિયાની પાક લોન્મ આપી ચુકાઈ છે. 
- 20 હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે. 
- 2 હજાર રૂપિયાના હપ્તામાં મળશે પૈસા.. 100 ટકા પૈસા કેન્દ્ર સરકાર આપ્શે.  12 કરોડ ખેડૂતોને તેનો સીધો લાભ મળશે. 
-  નાના ખેડૂતોએન ઈનક્મ સપોર્ટ આપવામાં આવશે.  12 કરોડ ખેડૂત પરિવારને તેનો સીધો લાભ મળશે. 
- પીએમ ખેડૂત યોજના હેઠળ 2 હેકટેયર સુધીની જમીન છે. તેને 6 હજાર રૂપિયા પ્રતિ વર્ષ ડાયરેક્ટ ઈનકમ સપોર્ટ મળશે. 
- દેશમાં 21 એપ્સ કામ કરી રહ્યા છે.  14ની જાહેરાત વર્ષ 2014માં થઈ ચુકી છે. 
- આયુષ્યમાન ભારત યોજના હેઠળ 50 કરોડ લોકોની સારવારની વ્યવસ્થા છે. 

- - અમારી સરકારની આ મોટી સફળતા છે કે અમે મોંઘવારી દરને 4.6 ટકા સુધી લઈ આવ્યા. તે કોઈ પણ સરકારના કાર્યકાળની સરખામણીમાં ઓછી હતી. ડિસેમ્બર 2018માં માત્ર 2.19 ટકા મોઘવારી દર હતો : નાણાંમંત્રી
- અમારી સરકારે મોંઘવારી પર લગામ લગાવી, અમે કમરતોડ મોંઘવારીને નાથવામાં સફળતા મેળવી: નાણાંમંત્રી
- ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી થઈ જશે, અમે ન્યૂ ઈન્ડીયા તરફ ગતી કરી છે: નાણાંમંત્રી
- આપણી અર્થવ્યવસ્થા ખુબજ તેજ ગતિથી વધી રહી છે, દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યુ ભારત: નાણાંમંત્રી
- મનીષ તિવારીએ કહ્યુ - આજે સવારથી જ સરકારના સૂત્ર મીડિયા હાઉસને બજેટના પોઈંટ મોકલી રહ્યા છે. જો આ વાતો નાણાકીય મંત્રીના ભાષણમાં રહી તો તેને એક લીક માનવામાં આવશે. જે બજેટ સુરક્ષાનો મોટો મુદ્દો છે. 
- કેન્દ્રીયકેબિનેટને અંતરિમ બજેટ 2019ની મંજૂરી આપી દીધી છે. 
- થોડી જ વારમાં નાણાકીય મંત્રી પીયૂષ ગોયલ સંસદમાં બજેટ રજુ કરશે 
- બજેટમાં ખેડૂતોને મોટી ભેટ મળી શકે છે.  આ સાથે જ રેલવે માટે મોટી જાહેરાતો થઈ શકે છે 
- નેતા પ્રતિપક્ષ મલ્લીકાર્જુન ખડગે એ કહ્યુ, સરકાર આ બજેટમાં લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા લોકલોભામણી સ્કીમ રજુ કરશે.  જે બજેટ સરકાર રજુ કરશે તે જનતાને લાભ નહી પહોંચાડે. આજે ફક્ત જુમલા બહાર આવશે. તેમની પાસે આ સ્કીમને લાગૂ કરવા માટે ફક્ત 4 મહિના જ રહેશે. 
- કેન્દ્રીય મંત્રી સુષમા સ્વરાજ રાજનાથ સિંહ અને રવિશંકર પ્રસાદ સંસદ ભવનમાં પહોંચી ચુક્યા છે. 
- કૃષિ મંત્રી રાધામોહન સિંહે કહ્યુ છેલ્લા પાંચ બજેટ ખેડૂતોને સમર્પિત હતા. સરકારનુ છઠ્ઠુ બજેટ પણ ખેડૂતોએન માટે જ હશે. બજેટમાં તેમને સશક્ત બનાવવા પર જોર આપવામાં આવશે. 
- બજેટ 2019 પહેલા શેયર માર્કેટમાં તેજી કાયમ છે. 55ની તેજી સાથે ખુલ્યા પછી સેસેક્સ 10.17 વાગ્યે 1.55 અંકોના વધારા સાથે 36,408.13 અંક પર પહોંચી ગયુ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બજેટ પછી શેર બજારમાં ચમક, સેંસેક્સએ લગાવી 403 અંકની છલાંગ