Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સિંહસ્થમાં ચોરોનો આતંક, સાધુ-સંતો થયા પરેશાન

સિંહસ્થમાં ચોરોનો આતંક, સાધુ-સંતો થયા પરેશાન
ઉજ્જૈન. , સોમવાર, 25 એપ્રિલ 2016 (18:05 IST)
ભીકા શર્મા 
 દત્ત અખાડાના ભૂખી માતા ક્ષેત્રમાં ચોરોએ સાધુ-સંતોના નાકમાં દમ કર્યો છે. તેઓ બાબાઓના થેલા લઈને ફરાર થઈ જાય છે. સંતોમાં આ વાતને લઈને ખૂબ આક્રોશ છે. તેમણે આ ઘટનાઓ પર નારાજગી બતાવતા ચક્કાજામ પણ કર્યો. 
 
સિંહસ્થ શરૂ થયે હજુ 2 દિવસ જ થયા છે પણ ચોરીની ઘટનાઓ વધવા માંડી છે. ચોર બાબાઓના થેલા લઈને ફરાર થઈ રહ્યા છે.  આ થેલામાં પૈસા, સોનુ ચાંદી, માળા, સાધનાનો સામાન, એટીએમ કાર્ડ વગેરે હોય છે. 
 
 સંત ગોવિંદ ગિરિએ વેબદુનિયાને જણાવ્યુ કે  આ લોકો અનેક વાર મંડપ તોડીને સંતોનો કિમતી સમાન લઈને ફરાર થઈ જાય છે. તેમણે કહ્યુ કે અમે સરકારના કામથી બિલકુલ ખુશ નથી. 
 
webdunia
પંચદશનામ અખાડા સાથે જોડાયેલ કાશીના સંત રઘુવર ગિરિએ જણાવ્યુ કે સવારે 6 વાગ્યાથી સંતોએ ભૂખી માતા રોડ પર ગુરૂદ્વારા સામે ચક્કાજામ કર્યો. 
 
તેમણે કહ્યુ કે એક સંતની જાયલો ગાડીનો કાચ તોડીને કેટલાક લોકોક બેગ લઈને ફરાર થઈ ગયા. તેમણે કહ્યુ કે પાયલોટ બાબાના એક શિષ્યનો થેલો પણ ચોરી થઈ ગયો. તેમા 65 હજાર રૂપિયા હતા. 
 
બાબા નરસિંહનો થેલો પણ ચોરી થઈ ગયો. તેમા ગૌરીશંકર કંઠા(માળા) જેની કિમંત 3.50 લાખ હતી. સહિત ઐતિહાસિક મહત્વ ધરાવતા સિક્કા પણ હતા. 
 
webdunia
શ્રી પંચદશાનમ જૂના અખાડ કચ્છના મહંત નૃસિંહ ગિરિનો જે ગૌરીશંકર કંઠા ચોરી તહી ગયો છે તેમા 65 દાણા હતા અને દરેક દાણાની કિમંત 8 હજાર રૂપિયા હતી. 
 
રઘુવર ગિરિએ આરોપ લગાવ્યો કે અનેકવાર સાધુ ચોરોને પકડીને પોલીસના હવાલે કરી દે છે. પણ પોલીસ તેમની સાથે સમજૂતી કરીને તેમને ફરી છોડી દે છે. 

Share this Story:

Follow Webdunia gujarati