Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઝલક દિખલા જા 7 : કોણ બનશે વિજેતા ?

ઝલક દિખલા જા 7 : કોણ બનશે વિજેતા ?
, ગુરુવાર, 18 સપ્ટેમ્બર 2014 (17:53 IST)
ઝલક દિખલા જા સીઝન 7 ના વિજેતાનુ નામ આ શનિવારે રાત્રે જાણ થઈ જશે. ફાઈનલમાં શક્તિ મોહન, આશિષ શર્મા, કરણ ટેકર અને મોલી રાય પહોંચ્યા છે. તેમાથી ત્રણ નોન ડાંસર છે જ્યારે કે શક્તિ પ્રશિક્ષણ પ્રાપ્ત નૃત્યાંગના છે.  એક સારી વાત એ છે કે આ ચારેય ફાઈનલમાં પહોંચવાની યોગ્યતા ધરાવે છે અને અંતિમ રાઉંડમાં પહોંચ્યા છે. 

પ્રથમ દાવેદાર - શક્તિ મોહન 

ઝલક દિખલા જા માં આ સીઝનના પ્રદર્શનને જોવામાં આવે તો શક્તિ મોહનનો દાવો સૌથી મજબૂત દેખાય રહ્યો છે. કોરિયોગ્રાફર તુષાર સાથે તેણે સારુ પરફોર્મંસ આપીને લોકોને દાંતો હેઠળ આંગળી દબાવવા મજબૂર કરી નાખ્યા. ડાંસનુ દરેક ફોર્મ તેમણે બતાવ્યુ. ફક્ત નૃત્યની કસોટી પર જોવા જઈએ તો તે જ ટ્રોફીની હકદાર છે. જો કે ટ્રોફી જીતવાની લલક તેને નથી. તે અનેકવાર કહી ચુકી છે કે ઝલક દિખલા જા માં ભાગ લઈને  જ તેનુ વિજેતા બનવાનુ સપનું પુર્ણ થઈ ગયુ છે.  ઝલક દિખલા જામાં મોટાભાગે નોન ડાંસર જ વિજેતા બને છે અને આ ઈતિહાસ શક્તિના દાવાને કમજોર કરે છે. 
 
 
webdunia

નોન ડાંસરની વાત કરવામાં આવે તો મૌની રોયનો દાવો સૌથી મજબૂત છે. મૌનીએ પોતાના કોરિયોગ્રાફર પુનિત સાથે પોતાના ડાંસમાં સ્ટોરીને પણ જોડી તેનાથી તે લોકોને વધુ પ્રભાવિત કરવામાં સફળ રહી. ડાંસિગ શુ અને ઈમ્યુનિટી બોલ જીતવામાં પણ તે સફળ રહી. તેણે કાયમ ભરપૂર વોટ મળ્યા અને અનેક લોકોનું માનવુ છે કે મૌની જ આ વખતની વિજેતા છે. 
 
 
 
webdunia

આશીષ શર્મા ડાંસ વિશે આ શો પહેલા વધુ કશુ નહોતા જાણતા. એવુ લાગતુ હતુ કે તે વધુ નહી ટકી શકે. ટીવીને કારણે મળેલ લોકપ્રિયતાનો લાભ મળ્યો અને તેઓ થોડા દિવસ ટકી ગયા. ત્યારબાદ તેમણે સારુ પ્રદર્શન કર્યુ અને ફાઈનલ સુધી પહોંચ્યા કોરિયોગ્રાફર શમ્પાએ આશીષને એક સારા ડાંસરમા ફેરવ્યા. આશીષની લોકપ્રિયતાનો આલમ છે કે તે બોટમ ટૂ માં ક્યારેય ન પહોંચ્યા. લોકપ્રિયતાની લહેરની સવારી તેમણે ટ્રોફી જીતાવી દે તો આશ્ચર્યની વાત નથી. 
webdunia

કરણના શરૂઆતી પરફોર્મેંસ જોયા પછી જજેસ એ પણ આશા નહોતી કરી કે તેઓ ફાઈનલ સુધી આવી પહોંચશે. કરણે પોતાની જીદ મહેનત અને લગનના બળ પર પોતાના પ્રદર્શનમાં સુધાર કર્યો. યુવા વર્ગ અને ખાસ કરીને યુવતીઓની વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. કરણ ડાર્ક હોર્સ છે. ટ્રોફી અને તેની વચ્ચે વધુ અંતર નથી. 
 

Share this Story:

Follow Webdunia gujarati