ધ કપિલ શર્મા શો સીઝન 2 નો પ્રોમો રજુ, પહેલા એપિસોડમાં ખાન ફેમિલી ઉપરાંત સિમ્બા સ્ટાર્સ આવશે નજર

સોમવાર, 17 ડિસેમ્બર 2018 (15:28 IST)
કપિલ શર્માના નવા કોમેડી શો, ધ કપિલ શર્મા શો સીઝન-2 નો પ્રથમ પ્રોમો રજુ થઈ ગયો છે.  પહેલા એપિસોડમાં સલમાન ખાન પોતાના ભાઈ અરબાજ-સોહેલ અને પિતા સલીમને લઈને સ્ટેજ પર પહોંચ્યા. સલમાન  ફેમિલી ઉપરાંત પહેલા એપિસોડમાં રણવીર સિંહ, રોહિત શેટ્ટી અને સારા અલી પણ જોવા મળશે. અહી આ ત્રણેય પોતાની આવનારી ફિલ્મ સિમ્બાનુ પ્રમોશન કરતી જોવા મળશે. 
6 કોમેડિયન આપશે કપિલનો સાથ - સોની એંટરટેનમેંટ દ્વારા સોશિયલ મીડિયા પર શેયર કરવામાં આવેલ પ્રોમોમાં બધા ગેસ્ટ હસી મજાક કરતા જોવા મળી રહ્યા છે. કપિલના શો માં તેમને 6 કોમેડિયંસનો સાથ પણ મળ્યો છે. તેમની ટીમમાં ભારતી સિંહ, કૃષ્ણા અભિષેક, કીકૂ શારદા, સુમોના ચક્રવર્તા, સુદેશ લહેરી અને રોશેલ રાવ સામેલ છે. સોની પર ટેલિકાસ્ટ થવા જઈ રહેલ આ શો ના ઓનએયર થવાની ડેટ હજુ સામે આવી નથી. 
સલમાન પ્રોડ્યૂસ કરી રહ્યા છે શો - કપિલ પોતાના નવા શો ધ કપિલ શર્મા શો સીઝન -2 ને લઈને એક્સાઈટેડ છે.  આ વખતે કપિલના શો ને સલમાન ખાન પ્રોડ્યૂસ કરી રહય છે. થોડા દિવસ પહેલા કપિલના આ શો ના સેટની ફર્સ્ટ ફોટો સામે આવી હતી. જેને જોતા જાણ થઈ કે આ શો માં તેમના ઘરનુ નામ શર્મા બંધુ સલાહ સેંટર રહેશે.  ફર્સ્ટ સીઝનમાં લોટરીના પાત્રમાં જોવા મળેલ રોશેલ રાવ આ વખતે પણ શો માં ગ્લેમરનો તડકો લગાવશે. 


 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ બ્રુના અબ્દુલાહનો મસ્ત અંદાજ, એક સમય સલમાનથી સંકળાયેલો હતું નામ