Dilip Joshi Daughter Niyati Joshi Wedding: તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)ના જેઠાલાલ (Jethalal)ટૂંક સમયમા જ સસરા બનવા જઈ રહ્યા છે. જી હા. દિલીપ જોશી (Dilip Joshi)એ પોતાની લાડલી નિયતિ જોશી (Niyati Joshi) ને માટે જીવનસાથી શોધી લીધો છે અને ટૂંક સમયમાં જ તેઓ બંધનમાં બંધાવવા જઈ રહી છે અને જલ્દી જ તેઓ લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. લગ્નની તારેખ તો સામે આવી નથી પણ તૈયારીઓને લઈને થોડી માહિતી મળી રહી છે. જાણવા મળ્યુ છે કે દિલીપ જોશી (Dilip Joshi)પુત્રીના લગ્નમાં કોઈ કમી નથી રાખવા માંગતા. તેથી તેમણે લગ્ન માટે ફાઈવ સ્ટાર હોટલ બુક કરી લીધી છે. અને આ લગ્નમાં ટેલીવિઝનથી લઈને ફિલ્મ ઈંડસ્ટ્રીની અનેક હસ્તિઓ સમેલ થશે.
હોટલ તાજમાં થશે લગ્ન
મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો જેઠાલાલ એટલે કે દિલીપ જોશીની પુત્રી હોટલ તાજમાં કરવા જઈ રહ્યા છે. પુત્રીના લગ્નનુ સપનુ તો દરેક પિતા જુએ છે અને દિલીપ જોશી હવે એ સપનાને જીવવા જઈ રહ્યા છે. પુત્રીના લગ્નમાં કોઈ પ્રકારની કમી દિલીપ જોશી રાખવા માંગતા નથી. તેથી તેમણે પૈસાની ચિંતા કર્યા વગર ફાઈવ સ્ટાર હોટલ પણ બુક કરાવી દીધો છે. જાણવા મળ્યુ છે કે હોટલ તાજમાં લગ્ન સંપન્ન થશે. જેમા ફિલ્મ ઈંડસ્ટ્રીના પણ અનેક સેલેબ્સ આવવાના છે.
લગ્ન માટે ઉત્સાહિત છે તારક મેહતાની આખી ટીમ
તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની આખી ટીમ નિયતિ જોશીના લગ્ન માટે ખૂબ જ ઉત્સહિત છે. જાણવા મળ્યુ છે કે શો ના દરેક કલાકાર અને આખી ટીમને લગ્ન માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. બધા આ લગ્નનો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. પણ એક વ્યક્તિ જે ઈચ્છવા છતા આ લગ્નનો ભાગ નહી બને અને એ છે દયાબેન. મીડિયામાં છપાયેલા સમાચારનુ માનીએ તો દયાનેન એટલે કે દિશા વકાની લગ્નમાં નહી જાય્ જો કે તેણે પોતાની શુભેચ્છા નિયતી માટે મોકલી છે અને એ લગ્ન પહેલા દિલીપ જોશીના ઘરે જઈને તેમને મળશે પણ, જાણવા મળ્યુ છે કે જેઠાલાલના જમાઈ એનઆરઆઈ છે.