Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

થપ્પડથી નહી પણ બીગ બી થી ડર લાગે છે - રેખા

થપ્પડ
મુંબઈ. , મંગળવાર, 14 ઑક્ટોબર 2014 (09:33 IST)
અભિનેત્રી રેખા રવિવારે બિગ બોસના શો મા પોતાની ફિલ્મ સુપરનાનીના પ્રમોશન માટે પહોંચી હતી. આ અવસર પર સલમાન ખાન સાથે તેણે ખૂબ ધમાલ મચાવી. 
 
વાતોવાતોમાં અભિનેત્રી રેખાએ બિગ બી મતલબ અમિતાભ બચ્ચનનો ઉલ્લેખ કરી નાખ્યો. આ દરમિયન રેખાએ દબંગ ફિલ્મનો ડાયલોગ થપ્પડથી ભય નથી લાગતો.. નાનકડા ટ્વિસ્ટ સાથે બોલ્યો. તેમણે કહ્યુ, થપ્પડથી ડર નથી લાગતો, બિગ બી થી.. જો કે તેમને વાતને સાચવતા આગળ કહ્યુ કે બિગ બોસથી ડર લાગે છે. આ એક જુદી વાત છે કે ડાયલોગ બોલતી વખતે રેખાની જીભ લપસી કે પછી તેણે જાણીજોઈને આવુ કર્યુ. પણ તેમનુ આવુ કહેવુ મીડિયામાં ચર્ચાનો વિષય જરૂર બની ગયો છે. 
 
અત્રે એ ઉલ્લેખનીય છે કે બોલીવુડમાં રેખા અને અમિતાભની લવ સ્ટોરી હંમેશા ચર્ચાનો વિષય રહ્યા ક્છે. આ જોડી છેલ્લીવાર સિલસિલામાં જોવા મળી હતી. ત્યારબાદ બંનેયે એકબીજાથી છેડો કરી લીધો હતો. તાજેતરમાં એ પણ ચર્ચા હતી કે ફિલ્મ શમિતાભમાં બંને સાથે જોવા મળી શકે છે.  

Share this Story:

Follow Webdunia gujarati