ડાન્સર અને અભિનેતા રાઘવ જુયાલનો આજે જન્મદિવસ છે. રાઘવનો જન્મ 10 જુલાઈ 1991ના રોજ દહેરાદૂનમાં થયો હતો. કેરિયરની વાત કરીએ તો રાઘવે પોતાનો પ્રથમ શો 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ' થી લોકપ્રિયતા મેળવી લીધી હતી અને એ લાખો દિલોમાં વસી ગયા હતા લોકો રાઘવને સ્લો મોશન કિંગના નામથી પણ ઓળખે છે. રાઘવે ખૂબ ઓછા સમયમાં ટીવી અને ફિલ્મ ઉદ્યોગમાં સારુ સ્થાન બનાવી લીધુ અને આ બધું તેમના કામને કારણે શક્ય બન્યું. રાઘવ એક સારા ડાન્સર અને એક્ટર ની સાથે સાથે એક સારા હોસ્ટ છે અને આજ સુધી ઘણા શો ને હોસ્ટ કરી ચૂક્યા છે.
તેમણે ડાન્સ પ્લસ જેવા શો પણ હોસ્ટ કર્યા છે અને આશ્ચર્યની વાત તો એ છે કે રાઘવ પોતે પણ એક સમયે રિયાલિટી શો ડાન્સ ઈન્ડિયા ડાન્સના કંટેસ્ટટેંટ હતા. જોકે રાઘવે તે રિયાલિટી શો હારી ગયા હતા, પણ તેમણે પોતાના ડાન્સ મૂવ્સથી બધાને દિવાના બનાવ્યા. રાઘવ રમેશ સિપ્પીની ફિલ્મ સોનાલી કેબલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ પછી તેઓ રેમો ડીસુઝા નિર્દેશિત ફિલ્મ એબીસીડી 2 માં પણ જોવા મળ્યા હતા.
તમને યાદ હોય તો આ ફિલ્મમાં વરુણ ધવન, શ્રદ્ધા કપૂર અને પ્રભુ દેવા પણ મુખ્ય પાત્રમા જોવા મળ્યા હતા. આ ઉપરાંત તેણે ફિલ્મ નવાબજાદેમાં કામ કરવાની તક મળી. આ સાથે જ તેઓ ફિલ્મ સ્ટ્રીટ ડાંસર 3ડીમાં પણ દેખાય ચુક્યા છે. રાઘવને લોકો ઈંડસ્ટ્રીમાં કૉકરોચના નામથી પણ બોલાવે છે. રાઘવ અને તેનો પરિવાર મૂળ રૂપથી ઉત્તરાખંડના ખેતુ ગામના છે. ઉલ્લેખનીય છે કે રાઘવ જુયાલ શરૂઆતથી ડાંસ કરવા માંગતા હતા અને આને કારને તેમને ડાંસ કરવુ શરૂ કર્યુ. તેમણે ક્યારેય ડાંસ માટે ટ્રેનિંગ નથી લીધી છતા પણ પોતાના ડાંસથી બધાનુ દિલ જીતી લીધુ.