Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'ભાભીજી ઘર પર હૈ' ફેમ સૌમ્યા લગ્ન કરવા જઈ રહી છે

'ભાભીજી ઘર પર હૈ' ફેમ સૌમ્યા લગ્ન કરવા જઈ રહી છે
મુંબઈ. , મંગળવાર, 27 ઑક્ટોબર 2015 (16:48 IST)
ટીવી સીરિયલ 'ભાભીજી ઘર પર હૈ' દ્વારા લોકોના દિલો સુધી પહોંચનારી સૌમ્યા ટંડન પોતાના વાસ્તવિક જીવનમાં લગ્ન કરવા જઈ રહી છે. સૌમ્યા પોતાના પુરૂષ મિત્ર સૌરભ દેવેન્દ્ર સિંહ સાથે લગ્ન કરશે.  બંને લાંબા સમયથી લિવ ઈન રિલેશનમાં રહી રહ્યા છે. સૌમ્યા ભાભીજી ઘર પર હૈ માં અનીતા ભાભીનુ પાત્ર ભજવી રહી છે. જેને લોકો ખૂબ પસંદ કરે છે.  
 
મીડિયા રિપોર્ટ મુજબ સૌમ્યા અને સૌરભ બંને એકબીજાને કોલેજના દિવસોથી જાણે છે. સૌમ્યાના મુજબ સૌરભે તેમને હંમેશા સપોર્ટ કર્યુ. મુંબઈમાં બેંકર તરીકે કામ કરી રહેલ સૌરભ સાથે તેના રિલેશન ત્યારે બન્યા જ્યારે સૌમ્યા અભિનેત્રી બની નહોતી. 
 
રિપોર્ટ મુજબ સૌરભ સાથે પોતાના સંબંધની વાત ખુદ સૌમ્યાએ સ્વીકારી છે. તેણે જણાવ્યુ કે તેમના પિતાના મૃત્યુ પછી સૌરભે તેન સપોર્ટ કર્યો. ફિલોસોફર અને ગાઈડના રૂપમાં સૌરભે હંમેશા તેનો સાથે આપ્યો. તે સૌરભને પોતાના જીવનમાં મેળવીને ખૂબ ખુશ છે. 

Share this Story:

Follow Webdunia gujarati