Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 26 April 2025
webdunia

Bigg Boss 11: હવે બિગ બોસના ઘરમાં સપના ચૌધરીએ લીધુ સેક્સ એજ્યુકેશન, હિના અને શિલ્પાએ આપ્યુ કંડોમનું જ્ઞાન

BBig Boss 11:
મુંબઈ , સોમવાર, 30 ઑક્ટોબર 2017 (17:40 IST)
. ટીવી રિયાલિટી શો બિગ બોસ કંટેસ્ટેંટના હાઈ વોલ્ટેજ ડ્રામા ઉપરાંત્ર એક વધુ ખાસ ટૉપિક પણ ખૂબ ચર્ચામાં છે.  લાગે છે કે બિગ બોસ હાઉસમાં સેક્સ એજ્યુકેશનને ખૂબ ગંભીરતાથી લેવામાં આવી રહ્યુ છે. પહેલા આ શોના હોસ્ટ સલમાન ખાને જ્યોતિ કુમારીને હોમોસેક્સુએલિટી પર જ્ઞાન આપ્યુ અને હવે હિના અને શિલ્પા સેફ સેક્સ પર સપનાને ક્લાસ આપતી જોવા મળી. 
 
હરિયાણામાં પોતાના બોલ્ડ ડાંસને લઈને જાણીતી બિગ બોસ કંટેસ્ટેંટ સપના ચૌધરીને એ નહોતી ખબર કે કંડોમનો મતલબ શુ હોય છે  આ વાતનો ખુલાસો બિગ બોસના તાજેતરના વીડિયોમાં થયો છે. ઉલ્લેખનીય છે કે બિગ બોસ 11ના એક ફુટેજમાં હિન ખાન અને શિલ્પ અશિંદે ને સપનાને સેફ સેક્સ પર જ્ઞાન આપતી જોઈ શકાય છે. આ ફુટેજમાં બતાવ્યુ છેકે શિલ્પા સપનાને સાથે સેફ સેક્સ ને લઈને વાત કરી રહી છે.  આ વિશે વાત કરતા શિલ્પા એ જાણીને ચોંકી જાય છે કે સપના ચૌધરીને કંડોમનો મતલબ ખબર નથી.  ત્યારે આ વાતચીતમાં હિના ખાનની એંટ્રી થાય છે એ પણ સપનાની વાતથી હેરાન થઈ જાય છે. ત્યારે તે સપનાને સેફ સેક્સ માટે કંડોમની ઉપયોગિતા વિશે બતાવે છે. 
 
ઉલ્લેખનીય છે કે આ વાતચીતની શરૂઆત કરનારી હિના સપનાને કંડોમના પ્રયોગ વિશે બતાવે છે નએ એ પણ બતાવે છે કે કેવી રીતે એક રિલેશનશિપમાં સેફ સેક્સ માટે કંડોમ કેટલુ ઉપયોગી છે. સપનાને આ વાતની જાણ નહોતી કે કંડોમ ફક્ત પુરૂષો માટે જ નહી પણ મહિલાઓ પણ આનો પ્રયોગ કરે છે.  સપના હિનાને એ પણ પૂછે છે કે કેવી રીતે કંડોમને લગાવવામાં આવે છે. આ સવાલ સાંભળીને હિના કશુ કહી શકતી નથી. આવામાં સપનાને શિલ્પા બતાવે છે કે તને કંડોમ વિશે કશુ ખબર કેમ નથી અને તુ કેટલા વર્ષની છે અને ક્યા રહે છે ? પછી સપના કહે છે કે તે દિલ્હીમાં પોતાના પરિવારથી દૂર રહે છે. સાથે જ હિના તેને કંડોમ જેવા શબ્દનો પ્રયોગ ઘરમા ન કરવાની સલાહ આપે છે. શુ ખરેખર સપનાને કંડોમ વિશે ખબર નહી હોય કે એ ફક્ત ભોળપણનુ નાટક કરી રહે છે  ?

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બની ગઈ છે GST પર ફિલ્મ