Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Aman Jaiswal Death: ટીવી અભિનેતાનુ 23 વર્ષની વયે મોત, બલિયામાં થશે અંતિમ સંસ્કાર

aman jayaswal
, શનિવાર, 18 જાન્યુઆરી 2025 (15:50 IST)
Aman Jaiswal Death: ટીવી સીરિયલ ધરતીપુત્ર નંદિની ના લીડ એકટર અમન જયસ્વાલનુ માર્ગ અકસ્માતમાં મોત થઈ ગયુ.  આ સીરિયલમાં તેમણે આકાશનુ પાત્ર ભજવ્યુ હતુ.  શૂટિંગ પરથી ઘરે જતી વખત એ એક ટ્રકે તેમની બાઈકને ટક્કર મારી. ગંભીર હાલતમાં તેમને કામા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જ્યા સારવાર દરમિયાન તેમનુ મોત થઈ ગયુ. આ દુર્ઘટના શુક્રવારે બપોરે 3 વાગે જોગેશ્વરી હાઈવે પર થઈ. 
  
અમન જાયસવાલનો સંબંધ યુપીના બલિયાથી હતો. તે અભિનેતા બનવાનું સપનું લઈને મુંબઈ આવ્યો હતો. પોતાની મહેનતથી તેને આ સપનાને હકીકત બનાવી હતી. જોકે આ માર્ગ અકસ્માતથી નાની ઉંમરમાં જ તેને જીવ ગુમાવવો પડ્યો. અમન માત્ર 23 વર્ષનો જ હતો. વર્ષ 2023માં નજારા TV ચેનલ પર 'ધરતીપુત્ર નંદિની' શો શરૂ થયો હતો. આ શોમાં અમનને પહેલી વાર લીડ રોલમાં રાખવામાં આવ્યો હતો. આની પહેલા તે 'ઉડારીયા' અને 'પુણ્યશ્લોક અહલ્યાબાઈ' ટીવી શોમાં નાના-નાના રોલમાં જોવા મળતો હતો. તે ઓડિશન માટે થતી સ્ક્રીન ટેસ્ટ માટે શૂટિંગ કરવા જઈ રહ્યો હતો. 

 
મોડેલિંગથી કરી હતી કરિયરની શરૂઆત 
અમને અભ્યાસ પછી મોડલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી અને પછી ટીવી સીરિયલમાં કામ કરવા લાગ્યા. તેમણે ટીવી સીરિયલ ધરતીપુત્ર નંદિનીના લીડ અભિનેતાનો રોલ ભજવ્યો હતો. આ ઉપરાંત તેણે શો પુણ્ય્શ્લોક અહિલ્યાબાઈમાં યશવંત રાવ ફાંસેનુ પાત્ર ભજવ્યુ હતુ.  આ શો વર્ષ 2021થી 2023 સુધી ટેલીકાસ્ટ થયો. તેઓ રવિ દુબે અને સરગુન મેહતાના શો ઉડારિયાનો પણ ભાગ રહી ચુક્યા હતા.  
બલિયામાં થશે અંતિમ સંસ્કાર 
પુત્રના મોતના સમાચાર સાંભળતા જ અમનના માતા-પિતા બેહોશ થઈ ગયા. બપોરે 3 વાગે ફ્લાઈટથી અમનની ડેડ બોડીને વારાણસી લાવવામાં આવશે. ત્યારબાદ તેમનો અંતિમ સંસ્કાર બલિયાના તુરતિ પાર ઘાટ પર થશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Arjun Kapoor ની સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત પડવાથી 6 લોકો થયા ઘાયલ