Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બિગ બોસ-3 નો તમાશો શરૂ

બિગ બોસ-3 નો તમાશો શરૂ

ભાષા

મુંબઈ , સોમવાર, 5 ઑક્ટોબર 2009 (15:23 IST)
બિગ બી અમિતાભ બચ્ચન એક વખત પછી નાના પડદા પર આંગમન કરી રહ્યાં છે પરંતુ આ વખતે તેઓ એકલા નથી તેમની સાથે છે 13 સેલિબ્રિટિજ.

કલર્સ પર રવિવારથી શરૂ થયેલા બિગ બોસ-3 માં બિગ બી એ પોપ ફિલોસોફરના પોતાના પાત્રને અનુરૂપ આ સેલેબ્રિટિજનું સ્વાગત કર્યું.

84 દિવસો સુધી ચાલનારા આ ગેમ શો માં તે 13 સેલિબ્રિટિજનો દરેક સુખ-દુખમાં સાથ આપશે અને સમસ્યાઓનું સમાધાન કરશે. આ સેલેબ્રિટિજ છે, અભિનેત્રી અદિતિ ગોવત્રિકર, શર્લીન ચોપડા, પૂનમ ઢિલ્લો, સંગીતકાર ઈસ્માઈલ દરબાર, દારાસિંહના પુત્ર બિંદુ, આઈટમ ગર્લ રાખી સાવંતની મા જયા સાવંત, અભિનેત્રી શમિતા શેટ્ટી, સલમાન ખાનની ફિલ્મ મેરી ગોલ્ડમાં જોવા મળેલી જર્મનથી આવેલી ક્લાઉડિયા સૈસલા, ફેશન ડિઝાઈનર રોહિત બર્મા, દેશદ્રોહી ફેમ અભિનેતા કમાલ ખાન, ટીવી કલાકાર તનાજ અને બખ્તિયાર,

હાસ્ય કલાકાર રાજૂ શ્રીવાસ્તવ. અંતમાં બિગ બી એ ખુલાસો કર્યો છે કે, આ વખતે દર્શકોમાંથી પણ એક વ્યક્તિ બિગ બોસમાં શામેલ થશે.

Share this Story:

Follow Webdunia gujarati