Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બિગ બોસના ઘરમાં પામેલાની એંટ્રી

બિગ બોસના ઘરમાં પામેલાની એંટ્રી
P.R

15 નવેમ્બરની સાંજે જેવી જ મુંબઈના એયરપોર્ટ પર ગ્રે રંગની ડ્રેસમાં પામેલા એંડરસન જોવા મળી કે આ વાતની ખાતરી થઈ અઈ કે બેવોચ બેબ હવે બિગ બી ના ઘરની શોભા વધારશે. સૂત્રોના જણાવ્યા મુજબ તે ફક્ત ત્રણ દિવસ આ ઘરમાં રહેશે. આ પ્રકારના રિયાલીટી શો માં ભાગ લેવો એ પામેલા માટે નવી વાત નથી. 'બિગ બ્રધર' ઓસ્ટ્રેલિયામાં તે ભાગ લઈ ચૂકી છે. 'બિગ બોસ' પ્રસારણ કરનારી ચેનલ આ વાતને માની રહ્યુ છે કે પામેલાની બિગ બોસમાં એંટ્રી થવાથી આ શો ની ટીઆરપીમાં જોરદાર વધારો થવાનો છે.

webdunia
P.R

પોતાની સુંદરતાથી બધાનુ દિલ જીતનારી 43 વર્ષીય પામેલા આ શો માં સાડી પણ પહેરશે. તેમની સાડી ડિઝાઈન કરવાની જવાબદારી જાણીતા ડિઝાઈનર એશ્લે રિબેલોને આપવામાં આવી છે. જો કે મોટાભાગના દર્શકો તેમને બિકનીમાં જોવી પસંદ કરશે. શુ દર્શકોની આ ઈચ્છાનુ ચેનલ ધ્યાન રાખશે. 16 નવેમ્બરથી પામેલા બિગ બોસના લોનાવાલા ખાતે આવેલા હાઉસમાં પ્રવેશ કરશે. ચર્ચા છે કે ત્રણ દિવસ રહેવાના બદલામાં એમને અઢી કરોડ રૂપિયા આપવામાં આવી રહ્યા છે.

webdunia
P.R

1 જુલાઈ 1967ના રોજ જન્મેલી પામેલા એંડરસનની પાસે અમેરિકા અને કનાડાની નાગરિકતા મળેલ છે. તે એક્ટ્રેસ, મોડલ, નિર્માતા,લેખિકાના રૂપમાં જાણીતી થઈ ચૂકી છે. 'બેવોચ'માં તેમને સી જે પાર્કરનો રોલ 1992થી 1997 સુધી ભજવ્યો અને ખૂબ જ લોકપ્રિય થઈ. 2004માં પ્લેબોય મેગેજીના કવર પર તેનો ન્યૂડ ફોટો છપાયો. પછી તે 'સ્ટફ' અને 'જીક્યુ'ના કવર પર પણ ન્યૂડ જોવા મળી. આ જોતા રસપ્રદ રહેશે કે 'બિગ બોસ હાઉસ'માં પામેલા શુ કમાલ બતાવે છે.

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati