Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફિલ્મ અને ટીવી કલાકાર ઋષભ શર્મા ફૂટબોલ મેચના વિવાદમાં

ફિલ્મ અને ટીવી કલાકાર ઋષભ શર્મા ફૂટબોલ મેચના વિવાદમાં
, રવિવાર, 21 ઑગસ્ટ 2016 (18:36 IST)
25 જુલાઈ 2016ના ભાયંદરના મેક્સસ મોલ પાસે આવેલા ગ્રાઉન્ડમાં યુવાનો ફૂટબોલ રમી રહ્યા હતા, જેમની વચ્ચે કોઈ વાતે ઝઘડો શરૂ થયા બાદ ઝાપાઝપી થઈ. થોડી વારમાં મામલો પતી ગયો. પરંતુ 28 જુલાઈના રાજકીય ઓળખાણ ધરાવતાં દીપા મહેતાએ એના દિકરા પ્રતીક મહેતા વતિ ભાયંદર પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવી કે ઋષભ શર્મા, સૈયદ, રમાકાંત મિશ્રા, સરફરાઝ ખાન, અરબાઝ પટેલ અને મૃદુલ સિંહે મળી દીપા મહેતાના દિકરાને માર્યો અને એના દિકરાને ઘણી ઇજા થઇ હોવાથી ટાંકા પણ લેવા પડ્યા. એને ટિમ્બા હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું. ફરિયાદ નોંધાવાઇ કે તુરંત 9 પોલીસકર્મી મોબાઇલ વેન લઈને છોકરાઓની ધરપકડ કરવા તેમના ઘરે પહોંચી ગઈ. પરંતુ કોઇ મળ્યું નહીં, જાણે બાળકોએ કોઇનું મર્ડર કરી દીધું હોય. કહેવું છે ઋષભના પિતા જતીન ભુતાનું. તેમણે બધા બાળકોની જામીન મેળવ્યા બાદ તેઓ ફ્લાઇટથી અમદાવાદ ગયા. તો દીપા મહેતાએ ફરી પોલીસને જણાવ્યું કે ઋષભ વિદેશ

ભાગી ગયો. પોલીસ ફરી તપાસ કરવા ઋષભના ઘરે પહોંચી ગઈ. ઋષભ જ્યારે બે વરસનો હતો ત્યારે જતીન ભુતાએ એને દત્તક લીધો હતો. અત્યારે 18 વરસનો છે અને રામાયણ, શ્રીમતી તેંડુલકર, બજરંગબલી, ક્રાઇમ પેટ્રોલ, સાવધાન ઇન્ડિયા જેવી સિરિયલ અને આઓ વિશ કરે, સ્ટ્રાઇકર જેવી ફિલ્મમાં અભિનય કર્યો છે. ઋષભનું કહેવું છે કે, હું તો ફૂટબોલ રમતો પણ નહોતો. માત્ર ગ્રાઉન્ડ પાસે ઊભો રહી મેચ જોઇ રહ્યો હતો. જ્યારે તેમની વચ્ચે ઝઘડો થતો જોઇ તેમની વચ્ચે સુલેહ કરાવવા ગયો હતો. કારણ વગર મારું નામ ઘુસાડી દીધું છે.
webdunia

         ઋષભના પિતા જતીન ભુતાનું કહેવું છે કે, પોલીસ એકપક્ષી કાર્યવાહી કરી રહી છે. જો 25 જુલાઇએ કોઇને ઇજા નથી થઇ તો 28 તારીખે પોલીસે કેવી રીતે એફઆઇઆર નોંધી અને છોકરાઓને પકડવા આટલા બધા પોલીસો કેમ આવ્યા. શું કોઇની હત્યા થઇ હતી કે છોકરાઓએ મોટો ગુનો કર્યો હતો. મને અને મારા વકીલને પોલીસ અધિકારી અનિલ કદમ મેડિકલ ટેસ્ટની કોપી આપવા પણ તૈયાર નથી. ટિમ્બા હોસ્પિટલનું કહેવું છે કે અમારી પાસે કોઇ રેકોર્ડ નથી. હવે અમે દીપા મહેતા અને પોલીસ વિરૂદ્ધ કેસ કરશું અને કોર્ટમાં દીપા મહેતા સામે કેસ કરશું. દીપા મહેતા બધા બાળકોના મા-બાપને કહે છે કે હું બધાને બદનામ કરીશે. આખરે દીપા મહેતા છે કોણ કે પોલીસ એને આટલો સહયોગ આપી રહી છે અને એકપક્ષી કાર્યવાહી કરી રહી છે. અમે અને સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ કલ્પેશભાઇ પારેખે મુખ્યપ્રધાન અને ગૃરરાજ્યપ્રધાનને પત્ર લખી મામલે કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી ફિલ્મ રિવ્યુ - છોકરી વિનાનું ગામ