Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જોધા-અકબર સીરિયલ બંધ કરાવવાની માંગ

જોધા-અકબર સીરિયલ બંધ કરાવવાની માંગ
P.R


જી ટીવી પર ચાલી રહેલ સીરિયલ જોધા અકબર વિવાદોમાં આવી છે. હવે રાજ્યસભામાં પણ આ સીરિયલ પર ચર્ચા થવા લાગી છે. મુગલ બાદશાહ અકબર પર બનાવેલ સીરિયલ જોધા-અકબરનું પ્રસારણ રોકવાની માંગ કરતા આ મુદ્દાને રાજ્યસભામાં ઉઠાવાયો. બીજેપી સાંસદ નજમા હેપતુલ્લાએ આ મુદ્દો ઉઠાવ્યો.

તેમણે કહ્યુ કે સીરિયલ જોધા-અકબરમાં મુગલ સમ્રાટ અકબરની છબિ ખરાબ કરવાની કોશિશ કરવામાંઅ અવી છે. સીરિયલમાં બતાવવામાં આવ્યુ કે અકબરે આમેર કિલ્લા પરથી જોધાને બળજબરીપૂર્વક પોતના મહેલમાં લઈ જઈને લગ્ન કરવા માટે મજબૂર કરી. નજમાએ આ સીરિયલ પર તરત જ બેન લગાડવાની માંગ કરી છે.

તેમણે કહ્યુ કે શાળામાં ભણનારા બાળકોને આનાથી સારો સંદેશ નહી જાય. તેણે કહ્યુ કે ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ કરવી યોગ્ય નથી. નજમાની માંગને ઘણા અન્ય સાંસદોએ પણ યોગ્ય ઠેરવી. સંસદીય મામલાના રાજ્યમંત્રી રાજીવ શુક્લાએ કહ્યુ કે આ સાંસદોની વાતોને સૂચના અને પ્રસારણ મંત્રાલય સુધી પહોંચાડશે અને આ બાબત યોગ્ય પગલા ઉઠાવવા માટે અનુરોધ કરશે.

Share this Story:

Follow Webdunia gujarati