Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચાણક્ય નીતિ - દરિદ્રતાના રસ્તે લઈ જાય છે વ્યક્તિની આ આદતો, તમે પણ જાણી લો

chanakya-niti
, સોમવાર, 18 એપ્રિલ 2022 (07:07 IST)
આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં જીવનના અનેક પહેલુઓ સાથે જોડાયેલી સમસ્યાઓનો ઉકેલ બતાવ્યો છે. તેની નીતિઓ જીવનને  જીવવાની રીતે બતાવવા સાથે જ સફળતાનો રસ્તો પણ બતાવે છે. આચાર્ય ચાણક્યની ગણતરી શ્રેષ્ઠ વિદ્વાનોમાં થાય્છે. આચાર્ય ચાણક્યને અર્થશાસ્ત્ર, કૂટનીતિ અને સમાજશાસ્ત્રના જ્ઞાની પણ માનવામાં જાય છે. ચાણક્યએ એક શ્લોક દ્વારા વ્યક્તિની એ ટેવો વિશે પણ બતાવ્યુ છે, જે તેને દરિદ્રતાના રસ્તે લઈ જાય છે. 
 
कुचैलिनं दन्तमलोपधारिणं बह्वाशिनं निष्ठुरभाषिणं च।
सूर्योदये चास्तमिते शयानं विमुञ्चतिश्रीर्यदि चक्रपाणि:।।
 
ચાણક્ય કહે છે કે જે લોકો પોતાની આસપાસ ગંદકી રાખે છે અને સ્વચ્છતા રાખતા નથી. એવા લોકો પર મા લક્ષ્મી પોતાની કૃપા નથી વરસાવતી. ચાણક્ય કહે છે કે પોતાના દાંતોની સફાઈનુ ધ્યાન ન રાખનારા લોકોને પણ ગરીબીનો સામનો કરવો પડી શકે છે.  મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે વ્યક્તિએ રોજ પોતાના દાંતની સફાઈ જરૂર કરવી જોઈએ 
 
ચાણક્ય મુજબ જે લોકો પોતાની ભૂખથી વધુ ખાય છે, તે ક્યારેય ધનવાન નથી બની શકતા. કારણ કે વ્યક્તિની આ ટેવ તેને દરિદ્રતાના રસ્તે લઈ જાય છે. નીતિશાસ્ત્રના મુજબ જે વ્યક્તિ કડવુ બોલે છે, તે ક્યારેય શ્રીમંત નથી બની શકતો. બીજાને દુખી કરનારા પર મા લક્ષ્મી પોતાની કૃપા વરસાવતી નથી આવા લોકોના તેમના સ્વભાવને કારણે અનેક લોકો દુશ્મન પણ હોય છે. 
 
ચાણક્ય અંતમાં કહે છે કે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય સૂનારા પર મા લક્ષ્મીની કૃપા નથી રહેતી.  કારણ વગર સૂઈ રહેવુ આરોગ્ય માટે હાનિકારક હોય છે.  જે લોકો   બેઈમાન, અન્યાય કરનારા અને લુચ્ચા હોય છે, તેમની પાસે પણ પૈસો ટકતો નથી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગર્ભાધાનમાં સમસ્યા થાય છે? જેનિટલ ટીબી કારણ હોઈ શકે છે