Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તેલંગાનામાં જો અમારી સરકાર બની તો મુસલમાનોની અનામત થશે ખતમ - અમિત શાહ

amit shah
, શુક્રવાર, 24 નવેમ્બર 2023 (18:32 IST)
તેલંગાનામાં ચૂંટણી પ્રચાર પોતાના ચરમ પર પહોચી ચુક્યો છે. 30 નવેમ્બરે અહી મતદાન થવાનુ છે અને એ પહેલા બધા દળોએ પોતાની પુરી તાકત પ્રચારમાં લગાવી દીધી છે. આ જ ક્રમમાં શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પ્રદેશમાં આજે જોરદાર ચૂંટણી પ્રચાર કર્યો. તેમણે અનેક રોડ શો અને જનસભાઓ કરી. આ દરમિયાન તેમણે એક પ્રાઈવેટ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યુ કે રાજ્યમાં ચૂટણી મુકાબલો બીજેપી અને કેસીઆર વચ્ચે થશે. તેમણે કહ્યુ કે કોંગ્રેસને દૂર દૂર સુધી ફાઈટમાં નથી. આ સાથે જ તેમણે એલાન કર્યુ કે જો રાજ્યમાં સરકાર બની તો મુસલમાનોને મળનારી અનામત ઓબીસી અને આદિવાસીઓની વચ્ચે વહેચાઈ જશે. 
 
કેસીઆરને હરાવીને અમે  સરકાર બનાવીશું - અમિત શાહ
અમિત શાહે કહ્યું કે અમે અહીં કેસીઆર સરકારને હરાવીને ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવીશું. તેમણે કહ્યું કે બીઆરએસએ વચન આપ્યું હતું કે જો સરકાર બનશે તો તે પછાત વર્ગના વ્યક્તિને મુખ્યમંત્રી બનાવશે, પરંતુ એવું થયું નહીં. પરંતુ અમે વચન આપીએ છીએ અને અમે આ વચન પૂર્ણ કરીશું. બીજી બાજુ AIMIM અને તેના નેતા ઓવૈસી પર હુમલો કરતા કહ્યુ કે તેઓ ફક્ત તૃષ્ટિકરણની રાજનીતિ કરે છે અને આવા લોકો જનતાનુ ભલુ નથી કરી શકતા.  અમિત શાહે કહ્યું કે અહીંની કેસીઆરની સરકારે છેલ્લા 10 વર્ષમાં માત્ર જનતા અને સરકારી તિજોરીને લૂંટી છે.
 
'ડબલ એન્જિનવાળી સરકાર જ રાજ્યનો વિકાસ કરી શકે છે'
આ સાથે અમિત શાહે કહ્યું કે જો ભાજપની સરકાર બનશે તો રાજ્યમાં ધર્મ આધારિત અનામત નાબૂદ કરવામાં આવશે. આ સમાપ્ત થયા પછી, ઓબીસી અને આદિવાસી માટે અનામતમાં વધારો કરવામાં આવશે. કોંગ્રેસ અને બીઆરએસના મફત યોજનાઓના વચનો પર અમિત શાહે કહ્યું કે આ બંને પક્ષો દ્વારા જે પણ વચનો આપવામાં આવ્યા છે, કેન્દ્રની મોદી સરકારે છેલ્લા 9 વર્ષમાં લોકોને સમાન લાભો પહોંચાડ્યા છે. તેમણે કહ્યું કે રાજ્યની જનતા સમજી ગઈ છે કે રાજ્ય અને તેનો વિકાસ ડબલ એન્જિનની સરકાર આવવાથી જ થઈ શકે છે, તેથી જનતા અમને પૂર્ણ બહુમતી આપશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gold Silver Price: ફરી સોના-ચાંદીના ભાવમાં ઘટાડો