Publish Date: Tue, 01 Nov 2016 (07:25 IST)
Updated Date: Sat, 29 Oct 2016 (16:17 IST)
જો તમે પૈસાની તંગીથી પરેશાન છો. ધન કમાવવામાં તમારા બધા પ્રયત્નો નિષ્ફળ થઈ જાય છે તો રવિવારે કે સોમવારના દિવસે બજારમાંથી ત્રણ ઝાડુ ખરીદીને લાવો. બીજા દિવસે બ્રહ્મ મુહુર્તમાં બધા નિત્ય કાર્યોથી પરવારીને પવિત્ર થઈ જાવ. ત્યારબાદ તમારા ઘરની આસપાસ કોઈ મંદિરમાં એ ત્રણ ઝાડુ મુકી આવો. ધ્યાન રાખો કે ઝાડુ લઈ જતી વખતે અને મંદિરમાં મુકતી વખતે તમને કોઈ જુએ નહી. જો કોઈએ તમને જોઈ લીધા તો આ ઉપાયનો પ્રભાવ સમાપ્ત થવાની શક્યતા રહે છે.
જો આ ઉપાયને સારી રીતે કરી લેશો તો ટૂંક સમયમાં જ પૈસા સાથે સંકળાયેલી તમારી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. ધ્યાન રાખો કે આ સાથે તમારે પ્રયત્નો પણ કરવા પડશે.