જ્યારે દિવસ રાત મહેનત ક્રરવા છતા પણ તમે બે ટાઈમનું જમવાનું જ મેળવી શકતા હોય કે પછી તમારા ઉદ્યોગ ધંધામાં પ્રગતિ થવાને બદલે અવગતિ થવા લાગે તો સમજી લો કે દુર્ભાગ્યએ હાથ પકડી લીધો છે. જે નસીબમાં લખ્યુ છે તે તો ભોગવવુ જ પડે છે. પણ છતા પણ આ પ્રભાવને ઓછો તો કરી જ શકાય છે. પૂજા-પાઠ અને ઈશ્વરને યાદ કરવા ઉપરાંત પન હિન્દુ તંત્ર-શાસ્ત્ર અને મુસ્લિમ ટોના ટોટકામાં અનેક ઉપાય છે જેનો પ્રયોગ કરીને ભાગ્યની આગળ પડેલા મોટ પડદાંને હટાવવા ઉપરાંત સૌભાગ્યને પણ વધારી શકાય છે. જ્યારે ખરાબ દિવસો આવ્યા હોય ત્યારે અહી દર્શાવેલા ટોના-ટોટકા પ્રયોગ જરૂર કરી જુઓ. ઈશ્વરની કૃપાથી તમારા ખરાબ દિવસો પણ સારા દિવસોમાં બદલાઈ જશે.
આટલુ કરો અને દુર્ભાગ્યને દૂર કરો
-કાગાળ પર નાનાકડા અક્ષરોમાં રામ રામ લખો. વધુમાં વધુ સંખ્યામાં આ નામ લખીને બધાને જુદા જુદા કાપી લો. હવે લોટની નાની નાની ગોળી બનાવીને એક એક કાળગ તેમાં લપેટી લો અને નદી કે તળાવ પર જઈને માછલીઓ અને કાચબાને આ ગોળીઓ ખવડાવો. પૂનમથી પૂનમ સુધી અથવા ઓછામાં ઓછા એક મહિના સુધી આવુ કરો.
- કાચબા અને માછલીઓને રોજ લોટની ગોળીઓ ખવડાવો
- કીડીઓને સેકેલા લોટમાં દળેલી ખાંડ મિક્સ કરેલી પંજરી ખવડાવો
- શનિવારે એક વાડકીમાં સરસિયાનુ તેલ અને સિક્કા (રૂપિયા-પૈસા)નાખીને તેમા તમારો પડછાયો જુઓ અને તેલ માંગનારાને આપી દો.
- તમારી શક્તિ મુજબ પૂજા આરાધના અને દાન રોજ નિયમિત રૂપે કરો.
- ખરાબ સમયને શાંતિથી પસાર કરો. ઉત્તેજિત ન બન અને શાંત રહેવાનો પ્રયાસ કરો.
- ઉદાસ થઈને બેસી જવુ એ કોઈ સમસ્યાનું સમધાન નથી. તમારા બધા કાર્ય નિયમિત રૂપે કરો.