Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સ્વસ્તિક(સાથિયો)ના 7 ઉપાય જે બદલી નાખશે તમારુ નસીબ

સ્વસ્તિક(સાથિયો)ના 7 ઉપાય જે બદલી નાખશે તમારુ નસીબ
, બુધવાર, 21 ડિસેમ્બર 2016 (13:45 IST)
સનાતન ધર્મમાં સ્વાસ્તિકને પરબ્રહ્મની સંજ્ઞા આપવામાં આવી છે. પુરાણોમાં સ્વસ્તિકને ધનની દેવી લક્ષ્મી અને બુદ્ધિના દેવતા ભગવાન ગણપતિનુ પ્રતિક પણ માનવામાં આવે છે. સ્વસ્તિક સંસ્કૃતના બે શબ્દો સુ અને અસ્તિ થી મળીને બન્યો છે.  જેનો અર્થ છે શુભ હો, કલ્યાણ હો. જ્યોતિષમાં સ્વસ્તિકના કેટલાક જુદા પ્રયોગ પણ બતાવ્યા છે. જેને કરવાથી બધી સમસ્યાઓ દૂર થઈને ધન ધાન્ય, સૌભાગ્ય અને અખંડ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. 

 
સ્વસ્તિક પર મુકો ઈષ્ટદેવની પ્રતિમ 
 
ઘરના પૂજાસ્થળ કે મંદિરમાં સ્વતિક બનાવીને તેમના પર ઈષ્ટદેવની પ્રતિમા મુકીને પૂજા કરવી જોઈએ. તેનાથી દેવતા પ્રસન્ન થઈને મનગમતો આશીર્વાદ આપે છે. 
 
ઊંઘા સ્વસ્તિકથી પૂર્ણ થાય છે મનોકામના 
 
જો તમારી કોઈ ઈચ્છા લાંબા સમયથી પૂરી નથી થઈ રહી તો તમારા નિકટના કોઈ મંદિરમાં કંકુથી ઊંધો સ્વસ્તિક બનાવો. જલ્દી તમારી ઈચ્છા પૂરી થશે. મનોકામના પૂર્ણ થયા પછી એ સ્થાન પર જઈને સીધો સ્વસ્તિક બનાવી દો. 
 
હળદરના સાથિયાથી થાય છે ફાયદો 
 
ઘરના ઈશાન ખૂણામાં (ઉત્તર-પૂર્વ)દિશામાં દિવાલ પર હળદરનુ સ્વસ્તિક બનાવવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે અને ઘરમાં થનારી લડાઈ સમાપ્ત થઈ જાય છે. 
 
સ્વસ્તિક પર દીપક પ્રગટાવો 
 
ઘરના પૂજા સ્થળ કે મંદિરમાં સાંથિયો બનાવીને તેના પર પાંચ અનાજ મુકીને દીવો પ્રગટાવવાથી બધી મનોકામના જલ્દી પૂર્ણ થાય છે. 
 
હળદરના સ્વસ્તિકની પૂજાથી થશે આ લાભ 
 
વેપારમાં વધારો કરવા માટે ગુરૂવારે ઈશાન ખૂણાને ગંગાજળથી ધોઈને ત્યા હળદરનો સ્વસ્તિક બનાવો. આ સ્વસ્તિકની વિધિપૂર્વક પૂજા કરી ગોળનો ભોગ લગાવો. આવુ સતત 7 ગુરૂવાર સુધી કરવાથી વેપારમાં ફાયદો થશે. 
 
ઘરમાં સમૃદ્ધિ લાવવા માટે 
 
ઘરની બહાર રંગોળીની સાથે કંકુ, સિંદૂર કે રંગોળીથી સ્વસ્તિક બનાવો. તેનાથી દેવી દેવતા પ્રસન્ન થઈને ઘરમાં પ્રવેશ કરે છે અને ઘરમાં રહેનારા લોકોને આશીર્વાદ આપે છે. 
 
 
ઉંઘ આવવા માટે 
 
રાત્રે જો ઊંધ ન આવતી હોય કે ખરાબ સપના આવતા હોય તો ઘરના મંદિરમાં અનામિકા આંગળીથી સ્વસ્તિક બનાવો. તેનાથી તરત આરામ મળશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બુધવારે કરશો આ ઉપાય તો ઘરમાં વધશે સમૃદ્ધિ