Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

માનો કે ન માનો - નાની-નાની પણ કામની વાતો ...

માનો કે ન માનો -  નાની-નાની પણ કામની વાતો ...
, શનિવાર, 17 જૂન 2017 (16:03 IST)
જીવનની કેટલીક વાતો છે જેને ભલે તમે અંધવિશ્વાસ સમજીને નકારી દો પણ કરવાથી જ તમને તેનુ ફળ મળે છે.  તેમા અંધવિશ્વાસ ભલે હોય પણ તેનો પ્રયોગ કરવાથી નુકશાન નહી પણ ફાયદો જ થશે. 
 
- સૂર્યાસ્ત સમયે કોઈપણ દૂધ-દહી કે ડુંગળી માંગવા આવે તો  ન આપો તેનાથી ઘરની બરકત સમાપ્ત થઈ જાય છે. 
 
- મહિનામાં એક વાર કોઈ પણ દિવસે ઘરમાં સાકર યુક્ત ખીર જરૂર બનાવીને પરિવાર સહિત એક સાથે ખાવ. અર્થાત જ્યારે આખો પરિવાર ઘરમાં એકત્ર હોય એ સમયે ખીર ખાશો તો માં લક્ષ્મીની જલ્દી કૃપા થાય છે. 
 
- ફળ ખૂબ ખાવ સ્વાસ્થ્ય માટે સારુ છે પણ તેના છાલટા કચરાપેટીમાં ન નાખશો પણ બહાર ફેંકો તેનાથી મિત્રો 
તરફથી લાભ થશે.  
 
- રાત્રે સૂતા પહેલા રસોડામાં ડોલ ભરીને મુકો તેનાથી કર્જથી મુક્તિ મળે છે અને જો બાથરૂમમાં ડોલ ભરીને મુકશો તો જીવનમાં ઉન્નતિના માર્ગમાં અવરોધ નહી આવે. 
 
- મુખ્ય દ્વાર પાસે ક્યારેય કચરાપેટી ન મુકો તેનાથી પડોશી શત્રુ થઈ જશે. 
 
- અગાશી પર ક્યારેય અનાજ કે પથારી ન ધોશો. હા સુકાવી શકો છો. આનાથી સાસરિયાઓ સાથે સંબંધો ખરાબ થાય છે  
 
- ગુરૂવારના દિવસે કોઈપણ પીળી વસ્તુ જરૂર ખાવ. લીલી વસ્તુ ન ખાશો. અને બુધવારે લીલી વસ્તુ ખાવ પણ 
પીળી વસ્તુ ન ખાશો તેનાથી સુખ સમૃદ્ધિ વધશે. 
 
- રાત્રે એંઠા વાસણ બિલકુલ ન મુકશો. તેને પાણીમાંથી કાઢીને મુકી શકો છો નુકશાનથી બચશો. 
 
- મહિનામાં એકવાર તમારા કાર્યાલયમાં પણ કંઈક મિષ્ટાન્ન જરૂર લઈ જાવ તેને તમારા મિત્રો સાથે કે તમારા હાથ નીચે કામ કરતા નોકરો સાથે મળીને ખાશો તો ધન લાભ થશે. 
 
-સ્નાન પછી ભીના કે એક દિવસ પહેલા વાપરેલ ટોવેલનો પ્રયોગ ન કરો. તેનાથી સંતાન હઠી અને પરિવારથી જુદી થવા માંડે છે. પોતાની વાત મનાવે છે. તેથી રોજ સ્વચ્છ અને સુકાયેલો ટોવેલનો જ પ્રયોગ કરો. 
 
- ક્યારેય પણ યાત્રામાં આખો પરિવાર એક સાથે ઘરમાંથી ન નીકળો. આગળ પાછળ જાવ તેનાથી યશની વૃદ્ધિ થશે. 
 
- આવા જ અનેક અપશકુન છે જેનુ આપણે ધ્યાન રાખીએ તો જીવનમાં કોઈપણ સમસ્યાનો સામનો નહી કરવો પડે અને સુખ સમૃદ્ધિ વધશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Today's Astro - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (17/06/2017)