Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

SCIENTIFIC REASON - દુકાન કે ઘરની બહાર શા માટે લટકાવવામાં આવે છે લીંબુ મરચા (video)

SCIENTIFIC  REASON - દુકાન કે ઘરની બહાર શા માટે લટકાવવામાં આવે છે લીંબુ મરચા (video)
, શનિવાર, 20 મે 2017 (12:24 IST)
દુકાન અને મોટા વ્યાપારિક પ્રતિષ્ઠાનો પર વ્યાપારી લીંબૂ-મરચાં લટકાવીની રાખે છે. આવુ માત્ર તેમના વ્યાપારને ખરાબ નજરથી બચાવા માટે કરવામાં આવે  છે. પ્રશ્ન એ  છે કે લીંબૂ અને મરચામાં એવું શું હોય છે જે ખરાબ નજરથી બચાવે છે ? એના મુખ્ય બે કારણ  છે. એક તંત્ર-મંત્ર સાથે સંકળાયેલ છે અને બીજુ  
મનોવૈજ્ઞાનિક
માનવું છે કે લીંબૂ, તરબૂચ, સફેદ કોળુંં અને મરચાને તંત્ર ટૉટકામાં વિશેષ રૂપે વાપરવામાં આવે છે. . લીંબૂનો ઉપયોગ ખરાબ નજર સાથે સંબંધિત બાબતોમાં  કરાય છે. તેનું  સૌથી મહત્વપૂર્ણ કારણ છે તેનો સ્વાદ. લીંબૂ ખાટુ અને મરચા તીખા હોય છે. બન્નેના આ ગુણ માણસની એકાગ્રતા અને ધ્યાનને તોડવામાં સહાયક છે. 
 
આ એક મનોવૈજ્ઞાનિક છે કે આપણે આમલી, લીંબૂ જેવી વસ્તુઓને જોતા જ આપમેળે જ તેના સ્વાદનો અનુભવ આપણી  જીભ પર થવા  માંડે છે. જેથી આપણુ  ધ્યાન બીજી વસ્તુઓથી હટીને માત્ર તેના પર ટકી જાય છે. કોઈની નજર ત્યારે કોઈ દુકાન કે બાળકને લાગે છે જ્યારે એ એકાગ્ર થઈને એકીટશે એને જુએ છે. 
 
લીંબૂ-મરચા લટકાવવાથી જોનારાઓનું  ધ્યાન તેના પર જાય છે અને તેમની એકાગ્રતા ભંગ થઈ જાય છે. એવામાં વ્યાપાર પર ખરાબ નજરની અસર થતી નથી. સાથે જ આ પણ કહેવાય  છે કે લીંબૂ નેગેટિવ એનર્જીને શોષી લે છે અને વાતાવરણને સકારાત્મક ઉર્જાથી ભરેલું બનાવી રાખે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પૈસા અને પ્રમોશનની કમીને ખત્મ કરી શકે છે મીઠાની પોટલીનો આ નાનકડો ઉપાય(see video)