rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દેવામાંથી મુક્તિ અને ધન પ્રાપ્તિના નુસખા

દેવામાંથી મુક્તિ
કોઈપણ પરિસ્થિતિ કહીને નથી આવતી, કે ન કોઈ વ્યક્તિ જાણી જોઈને પોતાના માથે દેવુ વધારતો. દરેકના મનમાં કંઈક પ્લાનિંગ હોય છે કે જો હુ આવુ કરીશ, પછી એવુ થશે અને પછી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. આ જો અને તોની અટકળોમાં માનવી ઘણીવાર અનેક મુસીબતોમાં ફસાય જાય છે. ઘણીવાર સંજોગો એવા સર્જાય છે કે માનવી ઈચ્છવા છતાય દેવામાંથી મુક્ત નથી થઈ શકતો. પરંતુ તમારે હવે નિરાશ થવાની જરૂર નથી. અમે અહી તમને કેટલાક નુસખાઓ બતાવીએ છીએ જે તમને દેવામાંથી મુક્ત પણ કરશે અને ધન અપાવવામાં મદદરૂપ પણ સાબિત થશે.

- લાલ રંગના એક ચોરસ કપડાંને ભગવાનની સામે પાટલા પર મુકવુ. હવે તેમાં લાલ ચંદન, લાલ ગુલાબના આખા ફુલ અને 59 સિક્કાઓ (25 પૈસા, 50 પૈસા, 1 રૂપિયો, બે રૂપિયા કે 5 રૂપિયાના). યાદ રાખો કે આ સિક્કા એક સમાન મૂલ્યના હોવા જોઈએ. મતલબ 5 રૂપિયાનો એક સિક્કો તો એક રૂપિયાના 5 એ રીતે. આ પોટલીને તમારી તિજોરી કે ગલ્લામાં મુકી રાખો. નવરાત્રીની આઠમે આવુ જ ફરીવાર કરવુ.

- આપેલુ ધન પરત મેળવવા એક લોટામાં લાલ મરચાંના અગિયાર બીજ નાખીને આ જળ 'ૐ આદિત્યાય નમ: કહીને સૂર્યદેવતાને રોજ ચઢાવવુ. શયનખંડ પશ્ચિમમાં રાખવો.

- જો તમે કાયમ દેવામાં જ ફંસાયેલા રહેતા હોય તો સ્મશાનમાં આવેલા કૂવામાંથી પાણી લઈને પીપળાના મૂળ ચઢાવવુ. આ પ્રયોગ તમે 6 શનિવાર સુધી જો નિયમિત કરશો તો તમને આશ્ચર્યજનક પરિણામ મળશે.

- જો કોઈ વ્યક્તિ તમારા લીધેલા રૂપિયા પરત ન કરતુ હોય તો તે વ્યક્તિનુ નામ કપૂર દ્વારા ભોજપત્ર પર લખીને તેને કોઈ ભારે વસ્તુથી દબાવી રાખવુ. એ વ્યક્તિ સામેથી લીધેલા પૈસા પરત આપી જશે.

- સુદ પક્ષના પ્રથમ મંગળવારે સ્નાન કરીને શિવજીના મંદિર જવુ અને શિવજી પર મસૂરની દાળ 'ૐ ઋણ મુક્તેશ્વર મહાદેવાય નમ:' બોલતા ચઢાવો. આ રીતે દરેક મંગળવારે કરવાથી ધીરે ધીરે સમગ્ર દેવામાંથી મુક્તિ મળી જશે.

Share this Story:

Follow Webdunia gujarati