Publish Date: Tue, 01 Mar 2016 (15:05 IST)
Updated Date: Tue, 01 Mar 2016 (15:28 IST)
જ્યોતિષ મુજબ કુંડળીમાં જો કોઈ ગ્રહ અવરોધ હોય તો વ્યક્તિને ગરીબીનો સામનો કરવો પડી શકે છે. જ્યોતિષશાસ્ત્રમાં ગરીબી દૂર કરવા માટે અસંખ્ય ઉપાયો બતાવાયા છે. આ ઉપાયોને અપનાવીને ગ્રહ અવરોધ દૂર થઈ જાય છે. જો કોઈ કારણસર ધન પ્રાપ્ત કરવામાં કોઈ સમસ્યા આવી રહી હોય તો આ ઉપાયોથી તેઓ બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. જો તમે પણ કોઈ ગ્રહ અવરોધથી પીડિત છો અને તમારા પર્સમાં વધુ સમય સુધી પૈસા ટકતા નથી તો નિમ્ન ઉપાય અપનાવો...
કોઈપણ શુભ મુહૂર્ત કે અક્ષય તૃતીયા કે પૂર્ણિમા કે દીવાળી કે કોઈ અન્ય મુહુર્તમાં સવારે જલ્દી ઉઠો. બધા જરૂરી કાર્યોથી નિવૃત્ત થઈને લાલ રેશમી કપડા લો. હવે એ લાલ કપડામાં ચોખાના 21 દાણા મુકો. ધ્યાન રાખો કે ચોખાના બધા દાણા સંપૂર્ણ રીતે અખંડિત હોવા જોઈએ. મતલબ કોઈ તૂટેલો દાણો ન મુકશો. એ દાણાને કપડામાં બાંધી લો. ત્યારબાદ ધનની દેવી માતા લક્ષ્મીની વિધિપૂર્વક પૂજા કરો. પૂજામાં આ લાલ કપડામાં બાંધેલા ચોખા પણ મુકો. પૂજન પછી લાલ કપડામાં બાંધેલ ચોખા તમારા પર્સમાં સંતાડીને મુકી રાખો.
આવુ કરવાથી થોડા સમયમાં જ ધન સંબંધી પરેશાનીઓ દૂર થવા માંડશે. પર્સમાં કોઈપણ પરકારની અધાર્મિક વસ્તુ બિલકુલ ન મુકશો. પર્સમાં ચાવીઓ ન મુકવી જોઈએ. સિક્કા અને નોટ જુદા જુદા વ્યવસ્થિત રૂપે મુકવી જોઈએ. કોઈ પણ પ્રકારની બિનજરૂરી વસ્તુ પર્સમાં ન મુકો.
આ વાતો સાથે જ વ્યક્તિએ ખુદના સ્તર પર પણ ધન પ્રાપ્તિ માટે પુર્ણ પ્રયાસ કરવો જોઈએ.