Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જો તમારી કુંડળીમાં છે આમાથી કોઈ એક યોગ તો તમે પણ બનશો કરોડપતિ

જો તમારી કુંડળીમાં છે આમાથી કોઈ એક યોગ તો તમે પણ બનશો કરોડપતિ
, શનિવાર, 26 મે 2018 (10:13 IST)
જો તમે કોઈપણ કરોડપતિ વ્યક્તિની કુંડળી જોશો તો તમને તેમા એક મોટી સમાંતા જોવા મળશે. આ સમાનતા છે જ્યોતિષશાસ્ત્રનો એક ખાસ યોગ. 
 
આ યોગોના વિષયમાં કહેવામાં આવે છે કે આ જે વ્યક્તિની કુંડળીમાં આ યોગ રહેલો હોય છે. એ જન્મથી કે પછી પોતાની યોગ્યતા અને લગનથી જીવનમાં કરોડપતિ જરૂર બને છે. 
 
તમે પણ જુઓ તમારી કુંડળીમાં જો આ યોગ રહેલ છે તો તમે પણ એ માની લેવુ જોઈએ કે કિસ્મત તમારી પણ ચમકશે અને તમે પણ એક દિવસ જરૂર કરોડપતિ બનશો. 
 
અહી કરોડપતિ બનાવનારા જે પાંચ યોગની વાત કરી રહ્યા છે એ ખૂબ જ શુભ નએ રાજયોગના સમાન ફળદાયક હોય છે. તેમને જ્યોતિષશાસ્ત્રની ભાષામાં પંચ મહાપુરૂષ યોગ કહેવામાં આવે છે. 
webdunia
ગુરૂ બનાવે છે આ શુભ યોગ 
 
જ્યોતિષશાસ્ત્ર મુજબ જે વ્યક્તિની કુંડળીમાં ગુરૂ પોતાની રાશિ ધન કે મીનમાં હોય અથવા પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં કેન્દ્ર સ્થાન મતલબ પહેલા, ચોથા સાતમા કે દસમા ઘરમાં રહેલ હોય તો તે આ દિવ્ય યોગ બનાવે છે.  વરાહમિહિર વૃહત્સંહિતામાં લખ્યુ છે કે આ યોગ મેષ, કર્ક, તુલા અને મકર લગ્નવાળાની કુંડળીમાં બને છે.  
 
જેમની કુંડળીમાં આ યોગ બને છે તે ચરિત્રવાન અને મહાન વિચારાવાળા  હોય છે. તેમની પત્ની સુંદર હોય છે.  આ સ્વયં દીર્ધાયુ હોય છે અને લાંબા સમય સુધી સુખમય જીવન વિતાવે છે.  એ ખૂબ જ બુદ્ધિમાન હોય છે અને જીવનમાં સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચે છે. સમાજમાં તેમનો આદર થાય છે અને લોકો તેમના ગુણો અને ઉપલબ્ધિયોની પ્રશંસા કરે છે.  
 
રોમાંટિક હોવાની સાથે જ ધનવાન પણ હોય છે 
 
પંચમહાપુરૂષ યોગમાં એક યોગ છે. માલવ્ય યોગ. આ યોગનુ નિર્માણ શુક્ર કરે છે.  જ્યોતિષશાસ્ત્રના મુજબ આ યોગ ત્યારે બને છે જ્યારે શુક્ર પહેલા ચોથા સાતમા અને દસમા ઘરમા પોતાની રાશિ તુલા કે વૃષમાં હોય. શુક્ર જો આ ઘરમાં પોતાની ઉચ્ચ રાશિમાં બેસ્યો હોય ત્યારે પણ આવો યોગ બને છે. 
 
એવુ કહેવાય છે કે જે વ્યક્તિની કુંડળીમાં આ યોગ બને છે તે રોમાંટિક હોય છે. કલાત્મક વિષયોમાં તેની ખૂબ રુચિ હોય છે અને પોતે દેખાવમાં સુંદર અને આકર્ષક હોય છે. 
 
આવી વ્યક્તિઓ જીવનમાં ખૂબ ધન કમાવે છે અને એશો આરામથી જીવનનો આનંદ લે છે. તેમની રૂચિ ભૌતિક સુખના સાધનોમાં રહે છે. આવી વ્યક્તિ ચતુર અને દીર્ઘાયુ હોય છે. 
 
ત્યારે શનિ બનાવી દે છે ધનવાન 
 
જ્યોતિષશાસ્ત્ર મુજબ જેમની જન્મકુંડળીમા શનિ મહારાજ પહેલા ચોથા, સાતમા અથવા દસમાં ઘરમાં પોતાની રાશિ મકર કે કુંભમાં વિરાજમાન હોય છે તેમની કુંડળીમાં પંચ મહાપુરૂષ યોગમાં સામેલ એક શુભ યોગ બને છે. 
 
આ યોગને શુભ યોગના નામથી ઓળખવામાં આવે છે. આ એક પ્રકારનો રાજયોગ છે. શનિ જો તુલા રાશિમાં પણ બેસ્યો હોય તો પણ આ શુભ યોગ પોતાનું ફળ આપે છે. જેનુ કારણ એ છે કે શનિ આ રાશિમાં ઉચ્ચ હોય છે. 
 
એવુ કહેવાય છે કે જેમની કુંડળીમાં આ યોગ હોય છે તે વ્યક્તિ ગરીબ પરિવારમાં પણ જન્મ લઈને પણ એક દિવસ ધનવાન બની જાય છે. મેષ, વૃષ, કર્ક, સિંહ, તુલા, વૃશ્ચિક, મકર અને કુંભ લગ્નમાં જેમનો જન્મ હોય છે તેમની કુંડળીમાં આ યોગ બનવાની શક્યતા રહે છે. 
 
જો તમારી કુંડળીમાં શનિનો આ યોગ નથી બની રહ્યો છે તો કોઈ વાત નથી. તમારો જન્મ તુલા કે વૃશ્વિક લગ્નમાં થયો છે અને શનિ કુંડળીમાં મજબૂત સ્થિતિમાં છે ત્યારે તમે ભૂમિ દ્વારા લાભ પ્રાપ્ત કરી શકો છો. ગુરૂની રાશિ ધનુ અથવા મીનમાં શનિ પહેલા ઘરમાં બેસ્યો હોય તો વ્યક્તિ ધનવાન હોય છે.  
webdunia
મંગલ બનાવે છે આ રાજયોગ 
 
પંચમહાપુરૂષ યોગમાં ચોથો શુભ યોગ છે. રુચક યોગ. આ યોગ મંગળ બનાવે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ કુંડળીમાં જો મંગળ કેન્દ્રસ્થાન મતલબ પહેલા ચોથા સાતમા કે દસમાં ઘરમાં પોતાની ઉચ્ચ રાશિ મકર કે પોતાની રાશિ મેષમાં હોય છે તો આ યોગ બને છે. 
 
જેમની જન્મપત્રિકામાં આ યોગ હોય છે તે સાહસી અને બળવાન હોય છે. આવી વ્યક્તિ સમાજમાં પ્રભાવશાળી અને કુશલવક્તા હોય છે. રમત અને રક્ષા ક્ષેત્રમાં એ ખૂબ સફળ હોય છે. 
 
તે પોતાની યોગ્યતા અને મહેનતથી ભૂમિ અને વાહનનુ સુખ પ્રાપ્ત કરે છે. 70 વર્ષ સુધી સુખ અને એશ્વર્યનો આનંદ ઉઠાવે છે. 



વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દૈનિક રાશિફળ- આજે શું કહે છે તમારી રાશિ- 26/5/2018