Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દરરોજ ઘરમાં નાનકડો ઉપાય કરવાથી વધે છે વય અને ભાગે છે રોગ

દરરોજ ઘરમાં નાનકડો ઉપાય કરવાથી વધે છે વય અને ભાગે છે રોગ
, સોમવાર, 19 ડિસેમ્બર 2016 (15:18 IST)
જે આપે છે તે દેવસ્વરૂપ હોય છે. ઘરના પૂજાઘરમાં દીવો પ્રગટાવવામાં આવે છે. આ દીવો પ્રકાશ આપે છે. તેથી આ પણ દેવતા સ્વરૂપ હોઈ શકે છે. પણ દીવો પ્રગટાવવો અને તેને મુકવાના કેટલાક નિયમોનુ પાલન કરવુ જરૂરી છે.  ખાસ કરીને દીવાની વાટની દેશાનુ ધયન રાખવુ જોઈએ. દીવો જ્ઞાનના પ્રકાશનુ પ્રતીક છે.  હ્રદયમાં ભરેલ અજ્ઞાન અને સંસારમાં ફેલાયેલા અંધકારનુ શમન કરનારો દીવો દેવતાઓની જ્યોતિર્મય શક્તિનુ પ્રતિનિધિત્વ કરે છે. તેને ભગવાનનુ તેજસ્વી રૂપ માનીને તેની પૂજા કરવી જોઈએ. 
 
દીપ દેવતા 
 
- દરેક પ્રકારની પ્રગતિ અને સમૃદ્ધિ માટે ઘરમાં રોજ ઘી નો દીવો પ્રગટાવો. આ ઘરમાં સકારાત્મક ઉર્જાની વૃદ્ધિ કરે છે. 
- દીવાની વાટ પૂર્વ દિશાની તરફ મુકવાથી રોગ દૂર થાય છે અને આયુવૃદ્ધિ થાય છે. 
- દીવાને ઉત્તર દિશા તરફ રાખશો તો ધનવૃદ્ધિ થાય છે. 
- રસોઈઘરમાં જ્યા પીવાનુ પાણી મુકો છો ત્યા પણ ઘી નો દીવો પ્રગટાવવો સ્વાસ્થ્ય લાભ અને ધનવૃદ્ધિ કરે છે. ખરાબ શક્તિઓ પ્રભાવ નથી નાખી શકતી. 
- વાસ્તુમુજબ ઈશાન મતલબ ઉત્તર-પૂર્વ દિશામાં પૂજન કરવુ સર્વોત્તમ હોય છે. પૂર્વ મધ્ય અથવા ઉત્તર મધ્યના કોઈપણ કક્ષમાં પૂજા કરવી શુભ ફળ પ્રદાન કરે છે. ઘરનો મધ્યભાગ બ્રહ્મસ્થાન હોય છે. અહી પણ પૂજન કરી શકો છો. પૂજાના સમય પૂર્વ કે પશ્ચિમમુખી રહો ત્યારબાદ દીવો પ્રગટાવો દરિદ્રતા ભગાવો. 
 
- દીપ પૂજ કર્યા પછી પહેલા મંદિરમાં દીપદાન કરો અને પછી ઘરમાં દીવો પ્રગટાવો. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એશ્વર્ય અને સમૃદ્ધિ વધારે છે શ્રી યંત્ર