Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગ્રહ દોષ અને તેના ઉપાય

ગ્રહ દોષ અને તેના ઉપાય
, ગુરુવાર, 8 સપ્ટેમ્બર 2016 (13:51 IST)
સૂર્ય - જો મકાન પર અશુભ સૂર્યનો પ્રભાવ હોય તો ખરાબ કાર્ય કરવું નહીં. દરવાજા પૂર્વ દિશામાં રાખવા. આંગણું ખુલ્લું હોવું જોઇએ.

હવા-પ્રકાશની યોગ્ય વ્યવસ્થા કરવી. - કૂંડામાં કાંસા કે પિત્તળનો ટુકડો દબાવવો અને આકડાનો છોડ ઉછેરવો. આ કૂંડાઓને મુખ્ય દરવાજાની આસપાસ મૂકવા. - ખાટલા કે પલંગના પાયાઓમાં તાંબાની ખીલીઓ જડવી.

ચંદ્ર - જો મકાન પર અશુભ ચંદ્રનો પ્રભાવ હોય તો ચંદ્રની સાથે સંબંધિત વસ્તુઓ એટલે કે સફેદ વસ્તુઓને એકઠી કરવી નહીં. - પલંગ અથવા ખાટલાના પાયાઓ પર ચાંદીની ખીલીઓ જડવી.

મંગળ - જો મકાન પર અશુભ મંગળનો પ્રભાવ હોય તો લાલ રંગનો વધુ ઉપયોગ કરવો. વિધવાના આશીર્વાદ લેવા અને તુલસીના છોડને દરરોજ પાણી સિંચવું. - ગળી વસ્તુઓ પાણીમાં વહાવવી. ઓજાર અથવા અસ્ત્રશસ્ત્ર ખુલ્લાં ન રાખવા.

બુધ - જો ઘર પર અશુભ બુધનો પ્રભાવ હોય તો ચાંદીનો વેઢ ડાબા હાથની આંગળીમાં પહેરવો. - કબૂતરોને પલાળેલી મગની દાળ ખવડાવવી. - લીલી બોટલમાં પાણી ભરીને તે સૂમસામ જગ્યાએ મૂકવી અથવા ખાડો ખોદીને દાટી દેવી. - તુલસીના પાન ચાવવા કે ઇલાયચી ખાવી.

ગુરૂ - જો ઘર પર અશુભ ગુરૂનો પ્રભાવ હોય તો પીળો રૂમાલ અથવા પીળી વસ્તુઓ પાસે રાખવી. - ગંગાજળનું પાન કરવું તથા પીપળાનું પૂજન કરવું. - ઘરની દીવાલો પર પીળો રંગ કરાવવો, પીળા રંગની વસ્તુઓનું દાન કરવું. કૂંડામાં પીળા ફૂલોવાળા છોડવાઓ ઉછેરવા. - ઘરમાં પડદા પીળા રંગના બનાવવા અને ગુરૂમંત્રનો જાપ કરવો.

શુક્ર - જો મકાન પર અશુભ શુક્રનો પ્રભાવ હોય તો હીરાને ચાંદીમાં જડાવીને પહેરવો. - જૂઠુ બોલવું નહીં અને સદ્કાર્ય કરવું. - તરસ્યાને પાણી પીવડાવવું અને ગરીબને ભોજન આપવું.

શનિ - જો ઘર પર અશુભ શનિનો પ્રભાવ હોય તો માંસ-મદિરાથી દૂર રહેવું. અશુભ ગુરૂના ઉપાયો કરવા. - શનિવારનું વર્ત કરવું અને શનિના નામ પર તેલનું દાન કરવું. - કપાળે પીળું તિલક કરવું. ચાંદીના ટુકડા ખિસ્સામાં રાખવા. - ગાયને તેલ ચોપડેલી રોટલી ખવડાવવી. - ધર્મસ્થળ પર અન્ન અને ગળી વસ્તુનું દાન કરવું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (08.09.2016)